ભરૂચ જિલ્લામાં કેટલાય વિસ્તારોમાં ગટરો હાલના સમયમાં પણ ખુલ્લી જોવા મળતી હોય છે તે જ રીતે રોટરી ક્લબની પાછળના વિસ્તારોમાં આવેલ ગટરલાઇન છેલ્લા 2 દિવસથી ઉભરાઈ રહી છે ઘણીવાર રજુઆત છતાં નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી.
ભરૂચ જિલ્લામાં જુના ભરૂચ વિસ્તારમાં અને નવા ભરૂચના અમુક વિસ્તારોમાં ગટર લાઈનો ખુલ્લી અવસ્થામાં હોય છે. આ ખુલ્લી ગટરલાઈનોના પગલે આસપાસ રહેતા નગરજનોને હાલાકી વેઠવાનો વારો આવે છે. પાણીનું વહેણ ન થતા મચ્છરનો ઉભદ્રવ ખુબ થાય છે અને ગંદકીનું સામ્રાજ્ય સર્જાય છે, અને આ રસ્તો સ્મશાનને જોડતો હોવાથી સ્મશાન વાહીની પણ આ રસ્તે જતી હોય છે જેને કારણે અવરજ્વર કરનાર લોકો અને ત્યાં રોડ પાસે રહેનાર લોકો બંનેને ઘણી હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે. નગરપાલિકામાં વારંવાર રજુઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી જેથી લોકો રોષે ભરાયા હતા.
ભરૂચ : રોટરી ક્લબની પાછળના વિસ્તારમાં બે દિવસથી ડ્રેનેજ લાઈન લીક : નગરપાલિકાની આંખ આડે અંધારું.
Advertisement