મોરીયાણા ગામમાંથી અમરાવતી નદી પસાર થતી હોવાથી માગૅ-મકાન વિભાગે ૩૭ વષૅ કરતાં પણ પહેલાના સમયમાં પુલનું નિમૉણ કરવામાં આવ્યું છે,જેમાં નદી ઉપર પુલનું નિમૉણ કયૉ બાદ જવાબદાર વહીવટીતંત્રએ કોઇપણ પ્રકારની પ્રાથમિક સમારકામની કામગીરી પણ નહીં કરતાં દિન-પ્રતિદિન પુલની હાલત જજૅરીત બની ગઇ છે,પુલના નીચેના ભાગથી સિમેન્ટ-કોંક્રીટના પોપડા નીકળી પડતા સળીયા દેખાવા માંડતા ગમે ત્યારે તુટી પડવાની દહેશત જણાતા વાહનચાલકો,રાહદારીઓ અને ગ્રામજનો જીવના જોખમે પુલ ઉપરથી પસાર થવાની મજબુર બન્યા છે,પરંતુ કમનસીબે માગૅ અને મકાન વિભાગના જવાબદાર લોકોને કંઈ જ પડી નથી,અને મોટી હોનારતની રાહ જોઇને બેઠા હોય તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે,
જેમાં મુખ્યત્વે ચોમાસાની સિઝનને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે,અને વરસાદી પાણીના પ્રવાહથી તુટી પડવાની શક્યતાઓથી ૩૦૦૦થી વધુ રહીશો સંપકૅ વિહોણા શકે છે,જેથી મોરીયાણાથી નેત્રંગની શાળાઓમાં અભ્યાસ કરતાં આવતા વિધાથીૅઓ,રોજીરોટી કમાવા માટે અન્ય વિસ્તારોમાં જતાં યુવાનો અને ખેતમજુરી સહિત ગામના રહીશોને ભારે હાડમારીનો સામનો કરવો પડે શકે તેમ છે,તેમજ ગામમાં કોઇ વ્યક્તિનું અકાળે નિધન થાય તો સ્મશાનઘાટેે અંતિમક્રિયા કરવા મૃતદેહને લઇ જવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે,જ્યારે ઘરવપરાશ અને જીવનજરૂરી ચીજવસ્તુની ખરીદી સહિત અન્ય ગામમાં જવા માટે ગામના રહીશોને ૪ કિમીનો લાંબો ચકરાવો છે,જે રસ્તો પણ વષૉથી નહીં બનતા ગ્રામજનો પગદંડીથી જવું પડી શકે છે,જ્યારે મોરીયાણા ગામથી કુરી ગામ સુધીનો રસ્તો પણ વષૉથી નહીં બનતા ગ્રામજનોની હાલત બદ્દતર બની જવા પામી છે,તેવા સંજોગોમાં રાજ્ય સરકારના જમાઇ એટલે કે માગૅૅ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ અને સરકારીતંત્ર તાત્કાલિક ધોરણે મોરીયાણા ગામની અમરાવતી નદી ઉપરના પુલનું તાત્કાલિક ધોરણે નિર્માણકાર્ય અથવા સમારકામ હાથ ધરે આવે તેવી લોકમાંગ ઉઠી છે,નહીંતર પુલનું ધોવાણ થતાં મોરીયાણા ગામના રહીશો ફરી સંપકૅ વિહોણા બનશે તો તેની તમામ જવાબદારી જવાબદાર તંત્રની રહેશે તેવું ગ્રામજનોમાં ચચૉનો દોર શરૂ થયો છે.
નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામની અમરાવતી નદી ઉપરનો પુલ ૩૫ વષૅ બન્યો નથી,ગમે ત્યારે તુટી પડવાની દહેશત,
Advertisement