– પર્યાવરણ દિવસ નિમિતે પકડાયેલ વેપલાને બંધ કરવામાં હાથ કોણ મુકશે ? જવાબદાર કોણ ?
આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ભરૂચ જિલ્લામાં પર્યાવરણે નુકશાન કરતો વેપલો ઝડપાયો હતો. બાયોડીઝલ એક જવલનશીલ પ્રવાહી છે જેનું થોડા સમય પહેલા સરકાર દ્વારા અનેક કારણોસર તેના કેટલાય સેમ્પલ ફેલ થવાને કારણે તેના પંપોને સીલ કરી દેવામાં આવ્યા હતા પરંતુ ભારત જેવા રાજાશાહી દેશમાં ગેરકાયદેસર કાર્ય થયાં વગર કોઈ કામ સંપૂર્ણ બંધ થવું અસંભવ છે. ગુજરાતના જ કેટલાય વિસ્તારોમાં બાયોડીઝલના ગેરકાયદેસર વેપલાનું રેકેટ ચાલી રહ્યું છે.
હવે, વેચાણ કરનારા ખુલ્લેઆમ બાયોડીઝલનું વેચાણ કરી રહ્યા છે મળેલ માહીતી અનુસાર ભરૂચ જિલ્લાની હદ્દ વિસ્તારમાં આવેલ નેશનલ હાઇવે પર જ બાયોડીઝલનું ગેરકાયદેસર રીતે થતા વેપલાનું રેકેટ સામે આવ્યું છે. દિવસો અને રાતો બાયોડીઝલનું ગેરકાયદેસર રીતે વેચાણ ચાલવામાં આવી રહ્યું છે. શું તેમને તંત્રનો ભય નથી ? સરકારી તંત્રોને જાણ હોવા છતાં કોઈ વેપલામાં માથું મારી રહ્યું નથી. પોલીસ કર્મચારીઓ, પુરવઠા અધિકારીઓ, મામલતદાર, ફાયર વિભાગ અને કલેકટર આ અંગે કોઈ ધ્યાન આપી રહ્યું નથી જાણે વેચાણકર્તાઓ દ્વારા તંત્રનું મોં બંધ કરી દેવામાં આવ્યું છે તેવું જણાઈ રહ્યું છે. ગેરકાયદેસર રીતે બાયોગેસ ડિઝલનું બે પ્રકારે એક 68.00 રૂપિયાના ભાવે અને 71.00 રૂપિયાના ભાવે વેચાણ કરીને વેપલો ચાલાવામાં આવે છે. જ્યાં વેપલો ચાલવામાં આવી રહ્યો સીજે ત્યાં સરકારના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે.
બાયોડીઝલ એક જવલનશીલ પદાર્થ છે અને તેના બ્લાસ્ટ થવાનો ભય ઘણો રહે છે. શું ફાયર વિભાગ દ્વારા આ વિશે તકેદારી લેવામાં આવશે?
તંત્ર દ્વારા બાયોડીઝલના ગેરકાયદેસરના વેચાણ પર કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા જાણે રેકેટ ચલાવનારાઓને છૂટથી ખુલ્લેઆમ ધંધો ચાલવતા કોઈ ભયનો માહોલ દેખાઈ રહ્યો નથી. બાયોડીઝલને કારણે પર્યાવરણને પણ ઘણું નુકશાન પહોંચે છે.
GPCB દ્વારા અંગે કામગીરી હાથ લેવી જોઈએ અંતમાં નુકશાન આસપાસના પર્યાવરણને જ થઈ રહ્યું છે. કોઈ પણ સરકારી તંત્ર દ્વારા આ ગેરકાયદેસર થતા વેપલા પર ધ્યાન આપવામાં આવતું નથી તેનું કારણ શું ?
રિધ્ધી પંચાલ, ભરૂચ