ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ ખાતે સેવા રૂરલ ઝઘડીયા સંચાલિત કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. ૧૮ પથારી ઓક્સિજન સાથેની તેમજ ૧૨ સાદી પથારી સહિત કુલ ૩૦ પથારી સાથે આ કોવિડ સેન્ટર શરૂ થયેલ છે.
હાલમાં દર્દીઓ માટે બહારથી ઓક્સિજન લાવવો પડતો હતો, ત્યારે અમેરિકા સ્થિત JAINA નામની સંસ્થા દ્વારા સ્પોન્સર કરવામાં આવેલ રૂ.૭૫ લાખનો ઓક્સિજન જનરેટર પ્લાન્ટ કોવિડ સેન્ટરને દાન કરવામાં આવેલ છે. જેમાં દરરોજના ૩૧ મોટા બોટલ ભરાય શકે એટલી ક્ષમતા છે. આ પ્લાન્ટ મૂળ અમેરિકા સ્થિત AIROX કંપની દ્વારા લેવામાં આવ્યો છે. આ પ્લાન્ટનું ઉદઘાટન કોવિડ સેન્ટરમાં સારવાર લઇ રહેલ ફુલવાડી ગામના રાજેશભાઇ વસાવા દ્વારા મેડિકલ સ્ટાફની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ હતુ.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
Advertisement