ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી ભરૂચ જિલ્લામાંં પ્રોહિબિશન તેમજ જુગાર સંબંધી ગુનાઓ શોધી કાઢવા મળેલ સુચના અંતર્ગત નેત્રંગ પીએસઆઇ એન.જી.પાંચાણી તથા પોલીસ ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક ટ્રકમાં ખાલી ખાખી પુઠ્ઠાના બોક્ષની આડમાં મોટા પ્રમાણમાં વિદેશી દારુનો જથ્થો આવેલ છે અને અરેઠી ગામની સીમમાં આ વિદેશી દારૂનો જથ્થો ખાલી થવાનો છે. પોલીસે બાતમી મળ્યા મુજબના સ્થળે પંચોને સાથે રાખીને છાપો મારતા સ્થળ ઉપરથી એક ટ્રકમાં પુઠ્ઠાની આડમાં રાખેલ વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલક નન્નુ રસીદહુશેન ખાન રહે.મનાવર,જી.ધાર,મધ્યપ્રદેશને અટકાયતમાં લઇને આ મુદ્દામાલ કયાંથી લાવવામાં આવ્યો અને કયાંથી પહોંચાડવાનો હતો તેની વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે મોટા જથ્થામાં વિવિધ જાતના વિદેશી દારૂની બોટલો કુલ રૂ. 22,61,400 તેમજ આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ટ્રક નં.MH-18-AA-0286 કીમ.રૂ. 10,00,000 મળીને કુલ રૂ.૩૨,૬૧,૪૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો અને સલમાન ઝાડીયા પઠાણ રહે.મનાવર મધ્યપ્રદેશ અને દમણના ભાઇજાન નામના બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
નેત્રંગ પોલીસે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.
Advertisement