Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યમાં 5 જિલ્લા મથકે સરકારી લાયબ્રેરીને સ્માર્ટ બનાવાશે: સરકાર ફાળવશે એક-એક કરોડ..!

Share

રાજ્યના પાંચ જિલ્લા મથકોના સરકારી જિલ્લા ગ્રંથાલય-લાયબ્રેરીને સ્માર્ટ લાયબ્રેરી તરીકે વિકસાવાશે.અમદાવાદ-વડોદરા-રાજકોટ-મહેસાણા અને જૂનાગઢના જિલ્લા ગ્રંથાલયો માટે પ્રત્યેકમાં રૂપિયા એક-એક કરોડ સ્માર્ટ લાયબ્રેરીની સુવિધાઓ વિકસાવવા રાજ્ય સરકાર ફાળવશે. આ ગ્રંથાલયોમાં સમયાનુકુલ અદ્યતન સુવિધાઓ સીસીટીવી-વાઇફાઇ નેટવર્ક-ઓડિયો-વિઝયુઅલ સિસ્ટમ ઉપરાંત રિફ્રેશમેન્ટ ઝોન-આર.ઓ પ્લાન્ટ-અદ્યતન ફર્નિચર અને નવા પુસ્તકો-વાંચન સામગ્રી-સંદર્ભ ગ્રંથો ઉપલબ્ધ બનાવાશે.રાજ્યના વાંચન-સાહિત્ય પ્રેમીઓ, યુવાઓ, વિદ્યાર્થીઓને સમયાનુકુલ વાંચન-સંર્દભ સાહિત્ય સાથે ગ્રંથાલયોમાં અદ્યતન સુવિધાઓ પૂરી પાડવાના ઉદેશ્યથી પાંચ જિલ્લા ગ્રંથાલયોને સ્માર્ટ લાયબ્રેરી તરીકે વિકસાવવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ હેતુસર મહત્વનો નિર્ણય લઇને રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ, મહેસાણા અને જૂનાગઢના સરકારી જિલ્લા ગ્રંથાલયો પ્રત્યેક માટે રૂ. 1 કરોડ પ્રમાણે કુલ રૂ. 5 કરોડના ખર્ચે સ્માર્ટ લાયબ્રેરી તરીકેનો અદ્યતન ઓપ આપવાની મંજૂરી આપી છે.
આવા ગ્રંથાલયોમાં વાંચન-અભ્યાસ માટે આવનારા લોકો-યુવા વિદ્યાર્થીઓ માટે અદ્યતન ફર્નિચર, આર.ઓ પ્લાન્ટ, ફાયર સિસ્ટમ અને રિફ્રેશમેન્ટ ઝોન પણ વિકસાવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીશ્રીએ આપી છે. મુખ્યમંત્રીએ રાજ્યના સરકારી ગ્રંથાલયોને અદ્યતન સુવિધાસભર બનાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધા રૂપે આ પાંચ જિલ્લા ગ્રંથાલયોને આધુનિક સ્માર્ટ લાયબ્રેરી તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવ્યો છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે નજીક IRB ના વાહનને રેતી ભરેલ હાઇવા ચાલકે અડફેટે લેતા ચાર લોકોને ઈજાઓ પહોંચી છે.

ProudOfGujarat

સાગબારાથી માત્ર 5 કિ.મી.નાં અંતરે નેશનલ હાઇવે પર અમિયાર અને નવીફળી વચ્ચે બસ, કન્ટેનર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ભરૂચ તાલુકા ના કરમાડ ગામ ની કન્યા શાળા ની ૧૭ જેટલી વિદ્યાર્થીનીઓ નો વિદાય સમારંભ યોજાયો હતો………….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!