Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

કોરોના કાળમાં નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ ભોળા દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર જિલ્લા માંથી 8 બોગસ તબીબો ઝડપાયા

Share

હાલ નર્મદા જિલ્લા મા કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ તબીબો નો રાફડો ફાટી નીકળ્યો છે. ખાસ કરીને કોરોના કાળમાં નર્મદા ના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ ભોળા દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર જિલ્લા માંથી આઠ (8)બોગસ તબીબો ને પોલીસે ઝડપી પાડ્યા છે

નર્મદા પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચના અને માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે કે પટેલના માર્ગદર્શન મુજબ જીલ્લાનાં ડીગ્રી વગરના બોગસ તબીબો પકડી પાડી કાયદેસરકાર્યવાહી કરવા સૂચના આપતાં નર્મદાની એલસીબી પોલીસે 4 અને એસઓજી પોલીસે એકઅને તિલકવાડા પોલીસેએકઅને આમલેથા પોલીસે બે મળી મળી કૂલ આઠ (8)બોગસ તબીબો ઝડપી પાડ્યા છે.જેમાં નર્મદા જીલ્લામાં બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા તેમજ હોમીયોપેથી સર્ટી આધારે એલોપેથીક સારવાર કરતા કુલ-૪ ડોક્ટરને એલ.સી.બી નર્મદા પોલીસે ઝડપી પાડેલ છે જેમાં તિલકવાડા તાલુકાના અગર ગામેથી,નાંદોદ તાલુકાના લાછરસ ગામેથી,રાજપીપલા ટાઉનમાંથી અને સાગબારા તાલુકાના રોજદેવ ગામેથી મળી કૂલ ચાર બોગસ ડોકટર ઝડપ્યા છેજયારે આમલેથા પોલીસે પ્રતાપનગર ગામેથી બે બોગસ ડોકટર ઝડપ્યા છે.

Advertisement

એલસીબી પીઆઇ એ એમ પટેલના જણાવ્યા અનુસાર નર્મદા જીલ્લામાં બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા તેમજ હોમીયોપેથી સર્ટી આધારે એલોપેથીક સારવાર કરતા કુલ-૪ ડોક્ટરને ઝડપી પાડતી એલ.સી.બી નર્મદા હરીકૃષ્ણ પટેલ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા હિમકર સિંહ પોલીસ અધિક્ષક, નર્મદા નાઓના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં કોવીડ-૧૯ મહામારીના કપરા સમય દરમીયાન બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા ડોક્ટરોને ઝડપી પાડવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નર્મદા નાઓએ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે નર્મદા જીલ્લામાં સર્ટી વગર તથા લાયકાત વગર તબીબી સારવાર કરતા દવાખાનું ખોલી તબીબી પ્રેક્ટીસ કરતા હોવાની બાતમી હકિકતના આધારે પો.ઇન્સ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા નીચે મુજબ બોગસ ડોક્ટરો ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

જેમાં તિલકવાડા તાલુકાના વ અગર ગામ ખાતે નિશારભાઇ નિઝામભાઇ મલેકના મકાનમાં દિનેશકુમાર રઘુનાથ અધિકારી ખાનગી દવાખાનું LO CRISBRAN ખોલી પ્રેકટીસ કરતા રેઇડ કરતા દિનેશકુમાર રઘુનાથ અધિકારી હાલ (રહે.અગર તા.તિલકવાડા જિ.નર્મદા, મુળ રહે. સપદલકુર રાબોનપોટા તા. દંતાલા જી. નદીયા (પશ્ચિમ બંગાળા)ને ગુજરાત મેડીકલ કાઉન્સીલ અમદાવાદ મેડીકલ પ્રેકટીસ કરવા અંગેનું સર્ટી તથા બીજા કોઇ મેડીકલ ડીગ્રી કે સર્ટીઓ માંગતા મળી આવેલ નહીં તેમજ પોતાની પાસે આવી કોઇ પણ ડીગ્રી કે લાયકાતની સર્ટી નહોત તા અને માત્ર અનુભવના આધારે છેલ્લા બે વર્ષથી અનુભવના આધારે તેઓ આ દવાખાનુ ચલાવતો હોઈ તેના દવાખાનામાથી એલોપેથીક ટેબલેટો, સીરપની બોટલો,તથા પાઇન્ટ ચઢાવાના બોટલો,સીરીંજ (નીડલો) વિગેરે કુલ્લે કિ.રૂ. ૧૯,૯૧૮/-નો મુદ્દામાલ સાથે બોગસ તબીબીને ઝડપી પાડી આ ઇસમ વિરૂધ્ધ ઇ.પી.કો. ૩૩૬ તથા ડ્રન્સ એન્ડ કોમેટીક એક્ટ ૧૯૪૦ કલમ ૨૭(બી) તથા ધી ગુજરાત મેડીકલ પ્રેકટીસનર એકટ-૧૯૬૩ની કલમ ૩૦,૩૫ મુજબ ગુનોનોંધી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જયારે નાંદોદ તાલુકાના લાછરસ ગામ ખાતે રાજકુમાર સુધીરભાઇરાવલ (રહે.લાછરસ તા.નાંદોદ) નામનો ઇસમ ખાનગી દવાખાનુંખોલી પ્રેકટીસ કરતા હોવાની બાતમી આધારે પી.એસ.સી. લાછરસના ડો.NARN નિધી પ્રકાશભાઇ મોદીનાઓ સાથે લાછરસ ગામ ખાતે રેઇડ કરતા રાજકુમાર સુધીરભાઇ રાવલ રહે.લાછરસ બોર ફળિયુ )ને માત્ર અનુભવના આધારે છેલ્લા અઢી વર્ષથી અનુભવના આધારે તેઓ આ દવાખાનું ચલાવતા હોઈ દવાખાનામાં જોતા એલોપેથીક ટેબલેટો, સીરપની બોટલો,તથા પાઇન્ટ ચઢાવાના બોટલો, સીરીંજ (નીડલો) વિગેરે કુલ્લે કિ.રૂ. ૧૯,૧૯૩/- તથા મોબાઇલ ૧ કિ.રૂ. ૫૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૨૪,૧૯૩/-નો મુદ્દામાલસાથે ઝડપી પાડ્યા હતા.
જયારે રાજપીપલા ટાઉન વિસ્તારના વિશ્વકર્મા મંદિર પાસે પ્રશાંતચન્દ્રકાંતભાઇ પટેલ નામનો ઇસમ ખાનગી દવાખાનું ખોલી પ્રેકટીસકરતો હોઈરેઇડ કરતા પોતાની પાસે માત્ર હોમિયોપેથિક દવા આપવાની લાયકાતનીસર્ટી હોવાનું જણાવી અને તે આધારે તેઓ આ દવાખાનું ચલાવતોહોઈ એલોપેથીક ટેબલેટો,સીરપની બોટલો, તથા પાઇન્ટ ચઢાવાના બોટલો,સીરીંજ (નીડલો) વિગેરેકુલ્લે કિ.રૂ. ૧,૮૫,૫૧૪.૬૦/- નો મુદ્દામાલ સાથે તેને ઝડપી પાડ્યાહતા.તો સાગબારા તાલુકા ના રોજદેવ ગામ ખાતે વિજયભાઇગીરધરભાઇ વસાવાના ખેતરમાં કાચા ઝુંપડામાં સંજયકુમારકાર્તિકચંન્દ્ર સીલ( રહે. કંકલીયા નંદનપુર,તા.કરીમપુરજી.નદિયા (પશ્ચિમ બંગાળ) નામનો ઇસમ ખાનગી દવાખાનુંખોલી પ્રેકટીસ કરતો હોઈતેની પાસેથી કુલ્લે કિ.રૂ. ૪૨,૦૦૪.૪૪/- નો મુદ્દામાલકબજે કરી તેને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયારેએસ.ઓ.જી. શાખાનાં પો.ઈન્સ કે.ડી. જાટેસાગબારા તાલુકાના ખોચરપાડા રોડ,પાણીની ટાંકી પાસે સેલંબા, તા. સાગબારા, જી.નર્મદા)ખાતે હોમીયોપેથીકની ડીગ્રી ધરાવતો ડો.મહેન્દ્રભાઇ ગણેશભાઇ મહાજન ગેરકાયદેસર રીતે ખાનગી એલોપેથીકદવાખાનું ખોલી ગેરકાયદેસર રીતે એલોપેથીક દવાઓ આપતો હોય રેડ કરતા જુદી-જુદી કપંનીની એલોપેથી દવાઓ તથા ઈન્જકશનો તથા ગર્ભપાતની દવાઓ મળી ફૂલકી.રૂ.૬૪,૭૦૧/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ઈસમ વિરૂધ્ધ ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર એક્ટ-૧૯૬૩ નીકલમ-૩૦ મુજબગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારેતિલકવાડા તાલુકાના દેવલીયા ચોકડી પાસેથી વધુ એક બોગસ ડોક્ટરઝડપાયો હતો.દેવલીયા ચોકડીરાજપીપલા જવાના રોડ ઉપર અબ્દુલવહાબ મહેરખાન ના મકાનમાં દવાખાનું ચલાવતા સુભાષચંદ્ર સનાતન મલીક (ઉ.વ.પsહાલ રહે.દેવલીયા ચોકડી તા.તિલકવાડા મુળ રહે.ચાંદપાડા ગામ તા.ગાયઘાટા જી.ચોવીસ પરગુના (કલકત્તા)ને ઝડપી પાડી પોતે ડોક્ટર નહી હોવા છતા તપાસી ખોટા નામે ઠગાઈ કરી મેડીકલ પ્રેક્ટીસનાસાધનો તથા દવાઓ વિગેરે મળી કુલ રૂ.૩૭,૪૬૬/- ના મુદ્દામાલ સાથેતિલકવાડા પીએસઆઇ એમ.આઈ.શેખે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે
નાંદોદ તાલુકા ના પ્રતાપનગર ગામેથી વધુ બે બોગસ તબીબો ઝડપાઈ ગયા હતા.

જેમાંઆરોપીરમાકાંન્ત કાશીનાથ ચૌધરી (હાલ રહે. પ્રતાપનગર તા.નાંદોદ જિ.નર્મદા મુળ રહે.મોડ તા.તલોદાજી.નંદુરબાર (MH)એ દવાઓ તથા ઇન્જકશનો તથા બાટલા મળી કુલ મુદામાલકિ.રૂ. ૫૫,૯૫૦/નામુદ્દામાલ સાથે ગે.કા રીતે મેડીકલ પ્રેકટીસ કરતા ઝડપાઈ ગયા હતાજયારે પ્રતાપનગર ગામે યશ સુબોદચંદ્ર દેસાઇ (રહે. ઉમલ્લા તા.ઉમલ્લા જિ. ભરૂચ)એદવાઓ તથા ઇન્જકશનો તથા બાટલા મળી કુલમુદ્દામાલ કિ.રૂા.૨૫૮૨૪.૭૪/- નોમુદ્દામાલ સાથે ગે.કારીતે મેડીકલ પ્રેકટીસ કરી મનુષ્યની જીંદગી અને શારરિક સલામતી જોખમમાં મુકાય એવુ બેદરકારી ભરેલ ફુત્ય કરી રેઇડ દરમ્યાન ઝડપાઈ જતા આમલેથા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે પી પટેલે જણાવ્યું હતું કે કોરોના મા ગરીબ ભોળા દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર બોગસ દર્દીઓ ને ચલાવી લેવાશે નહીં. બે દિવસ મા 8બોગસ દર્દીઓ સામે કાર્યવાહી કરી છે હજી પણ કોઈ પણ ગામમા બોગસ ડોક્ટર ગેરકાયદે પ્રેક્ટિસ કરવાની માહિતી મળશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભારે વરસાદ ને કારણે ઉભરાટ પાણી પુરવઠા યોજના ની ટાંકી ધરાશાય

ProudOfGujarat

નેત્રંગ : 95 ટકા દિવ્યાંગ બ્રિજેશ પટેલ માટે નેત્રંગ કેન્દ્રથી પરીક્ષા આપવાની ખાસ મંજૂરી બોર્ડ દ્વારા આપવામાં આવી.

ProudOfGujarat

વડાપ્રધાનને પત્ર લખી ઐતિહાસીક વિરમગામ શહેરનો સ્માર્ટ સીટી જેવો વિકાસ કરવા રજુઆત કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!