નર્મદા જિલ્લામા તાલુકા પંચાયતોમા વિકાસ ના કામોની ગ્રાન્ટ ફાળવવામા સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ભેદભાવ થઈ રહયાની ફરિયાદ ઉઠી છે જેમાં
ગરુડેશ્વર તા.પં માં વિકાસના કામો મુદ્દે વિરોધ પક્ષના નેતા દક્ષાબેન તડવીએ ભાજપા શાશીત વિસ્તારોમાં 2021-22ના વર્ષ માટે 15%વિવેકાધીન ગ્રાન્ટરૂ.1,25,28,000ની ફળવણી બાબતે વિરોધ પક્ષ ના વિસ્તારોમાં ઓછી ગ્રાન્ટ ફાળવી અન્યાય કરાયો હોવાનો આક્ષેપ કરી ગરુડેશ્વર તાલુકા વિકાસ અધિકારી ને આવેદન આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે ગરુડેશ્વર તાલુકા માં સામુહિક વિકાસ માટે દરેક તાલુકા સદસ્ય ની માંગણી મુજબ ભાગે પડતી ગ્રાન્ડ ની વહેંચણી થવી જોઈએતે યાદી જોતા નથી થયેલ નથી. પરંતુ યાદીમાં કેટલાક નામો એવા દેખાય છે કેજેઓ ચૂંટાયેલા સભ્યો કે આયોજન મંડળના સભ્યો ન હોવા છતાં તેમની માગણીઓ સ્વીકારી કામ ની ફાળવણી કરવામાં આવેલ છે.જે અન્યાય કર્તા છે
ગરુડેશ્વર તાલુકા માં 94 ગામનો સમાવેશ થાય છે. આ 94 ગામનો સામુહિક વિકાસ થાય તેવી રીતે 15% વિવેકાધીન ગ્રાન્ટ ની રચના થવી જોઈએ. તેની જગ્યાએ ગરુડેશ્વર તાલુકાના પ્રમુખ ના વવિયાલા ગામમારૂ 25,15,500/- ના કામોની ફાળવણી કરવામાં આવેલ છે.
જ્યારે વિરોધ પક્ષના સભ્યોની માંગણી અભરાઈએ ચઢાવી તાલુકા પંચાયતના અન્ય વ્યક્તિઓને ગ્રાન્ટ ની વહેચણી કરી અમારા વિસ્તારના ગામોને અન્યાય કરવામાં આવેલ હોવાનું જણાવી તેનો સખત વિરોધ વ્યક્ત કર્યો છે.તાલુકા પંચાયત ફક્ત ભાજપ શાસિત ગામોનો વિકાસ કરવાની મનોવૃત્તિ ધરાવતા હોય એમ યાદી પરથી જણાઈ આવે છે.
વિરોધ પક્ષના નેતા દક્ષાબેન તડવી જણાવે છે કે રૂપિયા ૧.૨૫ કરોડનું આયોજન ગરુડેશ્વર તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવેલ.ગરુડેશ્વર
તાલુકા પંચાયતમાં કુલ16 સભ્યો છે જેમાં નવ સભ્યો ભાજપના અને સાત સભ્યો કોંગ્રેસના છે.જેમાં પ્રમુખના ગામ વવિયાલા ગામે25,15,500/- ના કામો ફાળવી દેવાયા છે. જયારે વિપક્ષ ના ગામોમાં 6ગામોમાં કૂલ મળીને 9,60,000 /-ના કામો ફાળવ્યા છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે હજી એટીવિટી અને ગુજરાત પેટર્ન ના આયોજન ના કામો બાકી છે. તેમાંપણ જો વિપક્ષને વિશ્વાસમાં લેવામાં નહીં આવેઅને ન્યાયી ફાળવણી કરવામાં આવશેનહીં તો વિરોધ પક્ષ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. એવી ચીમકી પણ આપી છે.પણ આપી છેગરુડેશ્વર તાલુકા પંચાયતના નાવિપક્ષના સાત ગામો કારેલી, લીમખેતર, ઝેર,આમદલા,ગોરા, ફૂલવાડી, અને ભીલ વસી ગામોમાં કૂલ
9,60,000/-ના કામો ફાળવી આવ્યા છે અન્યાય કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
તો બીજી તરફ તો બીજી બાજુગરુડેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રા વીપીનભાઈ ભીલે જણાવ્યું હતું કે, ચૂંટાયેલા સભ્યોની ભલામણ ધ્યાનમાં રાખી તમામ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરી કામો મંજૂર કર્યા છે.વિપક્ષનું કામ પાયા વિહોણા આક્ષેપ કરવાનું છે.નર્મદા કલેકટર કચેરીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી જેમાં નાંદોદ ધારાસભ્ય દ્વારા ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના આયોજન બાબતે કોઈ વાંધો લેવાયો ન હતો.ગરુડેશ્વર TDO ની હાજરીમાં વિપક્ષે દાદાગીરી કરી કહ્યુ હતુ કે અમારે 60% કામો જોઈશે જ અમને કામો આપવા જ પડશે, અધિકારી સામે આવી વાત કરે એ કેટલે અંશે વ્યાજબી છે?અમે કામની ફાળવણીમાં ધારાસભ્ય, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યોની ભલામણથી કામોની ફાળવણી કરી હોવાનું જણાવ્યું છે ત્યારે સત્તાપક્ષ અને વિપક્ષવચ્ચે ની આ લડાઈ આગળ લાંબી ચાલે તો નવાઈ નહીં.
જ્યોતિ જગતાપ, રાજપીપલા
નર્મદા જિલ્લામા તાલુકા પંચાયતોમા વિકાસના કામોની ગ્રાન્ટ ફાળવવામા સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને ..!
Advertisement