આજરોજ ભચ જિલ્લાના રાજપરડી પોલીસે સિમ ચોરીના ગુનાના ભેદ ઉકેલીને મદ્દામાલ સાથે બે ઈસમોની ધરપકડ કરી હતી. ભરૂચ જિલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓને શોધી કાઢવા માટે રાજપારડી પોલીસ કટીબધ્ધ હતી.
મળેલ માહીતી અનુસાર, પોલીસ ટીમ આજરોજ રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હાજર હતા તે દરમિયાન બાતમીની હકીકતને આધારે નેત્રંગ રોડ તરફથી રાજપારડી બજાર તરફ બે ઈસમો શંકાસ્પદ એક થેલામાં કોઈ વસ્તુઓ વેચવાના બહાનું કરતા હતા જેમાં પોલીસ દ્વારા થેલામાં તપાસ કરતા એક ઈન્વેટર SF સોનિક કંપનીનો સાથે ગેલવેનાઈઝ ના 12 ફૂટના પત્ર નંગ 41, લોખંડની દોઢની 20 એંગલો, દવા છાંટવાનો સોઇકા કંપનીનો બેટરીવાળો એક પમ્પ, રબરનો ચરણો પાઇપ આશરે 100 ફૂટ લાંબો, હેલોજન લાઈટ નંગ 4 મુજબના કુલ 36,200/-ના કામનો ચોરીનો મુદ્દામાલ હોય જેથી સદર કડક રીતે પૂછપરછ કરતા આરોપી ભાંગી પડીને મુદ્દામાલ નવામાંલજીપરા ગામ પાસે સારસા ડુંગર વિસ્તારમાં સંતાડેલ હોય અને પુરાવા અંગે જોગવાઈ કરતા કોઈ જવાબ ન મળતા જેથી બન્ને આરોપીઓની રાજપારડી પોલીસે ધરપકડ કરી હતી.
પકડાયેલ આરોપીઓ (1)મોતીલાલ શનાભાઈ વસાવા રહે, અવિધા, ઝગડિયા, ભરૂચ અને (2) દિનેશભાઇ લાલજીભાઈ વસાવા રહે, નવામાલજીપરા, ઝગડિયા, ભરૂચનાઓની આજરોજ રાજપારડી પોલીસ દ્વારા ધરપકડ કરીને આગળની કાયદેસરની કર્યવાહી કરવામાં આવી હતી.