Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ: વટારીયા સ્થિત શ્રી ગણેશ ખાંડ ઉ.સ.મંડળીના ડિરેકટર હેતલ પટેલને હોદ્દાનો ઋઆબ મારવાનુ ભારે પડ્યુ…

Share

ખેડૂતોની જીવાદોરી સમાન શ્રી ગણેશ સુગર વટારીયામા સત્તા હાંસલ કરવાનો વિવાદ ચરમસીમાએ છે.સંસ્થાના ડિરેક્ટરો ખેડૂત હીત માટે નહીં પણ સ્વહિત અને પોતાનો અહમ પોષવા છેલ્લા કેટલાય સમયથી સંસ્થાની આબરૂના લીરે લીરા ઉડાડી રહ્યાનો તમાશો સભાસદો જોઈ રહ્યા છે. ખેડૂત સંઘર્ષ સમિતિના સભ્યો દ્વારા ખેડૂત સભાસદોના હીત કરતા સ્વહીત અને પોતાની સત્તા લાલસાને પોષવા સંસ્થાની વહીવટી બાબતો ને અડચણ ઉભી થાય એમ સાધારણ સભા અને વ્યવસ્થાપક મંડળ ની ચૂંટણીઓ બોર્ડ ઓફ નોમિનિઝ માંથી મનાઈ હુકમ લાવી અટકાવી દેવાય છે. આમ આ વિવાદ હજી સમયો નથી ત્યારે ફરી ખેડૂત સંઘર્ષ સમિતિના સભ્ય અને ડિરેકટર શ્રી હેતલ પટેલ દ્વારા સંસ્થાના કર્મચારીઓ ઉપર રોપ ઝાડવાની અગાઉ પણ અનેક રજૂઆત મેનેજમેન્ટ ને થઈ હતી.
હેતલ પટેલ પોતાને જ સર્વેસર્વા સમજતા અને સત્તાના મદમા નાના કર્મચારીઓની અવગણના અને અપમાનિત કરી ધમકીઓ આપવાની તેઓની આદત તેઓને ભારે પડી રહી છે. સંસ્થાના પેટ્રોલપમ્પ વિભાગના સુપરવાઈઝર શ્રી કિશોરસિંહ કોસાડાને વારંવાર ગાળો આપી તેઓ પેટ્રોલપમ્પ ઉપર ભ્રષ્ટાચાર આચરી ક્રેટા માં ફરે છે તેમજ સંસ્થાનો પેટ્રોલપમ્પ નો વકરો ઓ. એસ શ્રી સુરેન્દ્રસિંહ કરમરીયાના ખાતામાં કેમ જમા કરાવો છો એવી ભ્રામક અને મનઘડત આક્ષેપો કરતા રહેતા હતા. જેથી અકરાયેલા સુપરવાઈઝર શ્રી કોસાડાએ બીજી તારીખે સુગરના મેનેજીગ ડિરેક્ટરોની મીટીંગ પૂર્ણ થયા બાદ લેખીત રજુઆત લઈ પોહચ્યા હતા. મીટીંગ પૂર્ણ થતા જ શ્રી હેતલ પટેલ ને આ બાબતની ગંધ આવતા તેઓ શ્રી કોસાડા ઉપર અકળાઈ ઉઠ્યા હતા અને અભદ્ર ભાષામા બોલાચાલી થતા તેઓને જાનથી મારી નાખી નર્મદા નદીમા ફેંકી દેવાની ધમકી આપી હતી.
જે બાબતની પોલીસ ફરિયાદ થતા વાલીયા પોલીસ મથકના પી.આઈ દ્વારા હેતલ પટેલ વિરુદ્ધ આઈપીસીની કલમ ૫૦૪ અને ૫૦૬(૨) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ મામલે હવે છુપા રાજકીય હસ્તક્ષેપ થી સંસ્થાના ભવિષ્ય ઉપર કેવી અસરો ઉભી થશે એ જોવુ રહ્યું. આ વિસ્તારના નાના ખેડૂતો માટે ગણેશ સુગર કામધેનુ સમાન છે ત્યારે તટષ્ઠ અને નિર્દોષ ખેડૂતો આ સંસ્થામાં રાજકીય આગેવાનોના છુપા હસ્તક્ષેપથી ત્રસ્ત છે. અને આ સત્તાનો વિવાદ સંસ્થાને ભરખી ન જાય અને સારી ચાલતી સંસ્થા ને વિઘ્નસતોષી ઓનુ ગ્રહણ લાગે એ ભિતી થી ખેડૂતોમાં ચિંતા અને મુંઝવણ સાથે છૂપો આક્રોશ આગામી દિવસોમા બહાર આવતો જોવા મળશે એમ જણાઈ રહ્યુ છે.

Advertisement

Share

Related posts

રાજપારડી પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાનો માટેનો તબીબી કેમ્પ યોજાયો.

ProudOfGujarat

વડોદરા પ્રાદેશિક માહિતી કચેરીના સંયુક્ત માહિતી નિયામકની વિદાય યોજાઇ.

ProudOfGujarat

સ્ટંટમેનો સામે કોર્ટ નારાજ, ભરૂચમાં સ્ટંટમેનની જામીન અરજી કોર્ટે નામંજુર કરી જેલ હવાલે મોકલ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!