હાલમાં કોરોના બાદ બીજો કોઈ રોગ ચિંતાનું કારણ હોય તો એ છે મ્યુકોરમાયકોસીસ એટલે કે બ્લેક ફંગસ. હાલ ભરૂચ જિલ્લામાં પણ બ્લેક ફંગ્સના કેસોની શરૂઆત થઇ ચુકી છે. હાલ સુધી ભરૂચમાં કોરોનાના 10444થી વધુ કેસો સામે આવ્યા બાદ ભરૂચ જિલ્લામાં મયુકરમાઈક્રોસીસના બે કેસો નોંધાયા છે.
ભરૂચ સિવિલ હોસ્પીટલની મળતી માહીતી મુજબ ભરૂચ જિલ્લામાં કોરોના કાળ દરમિયાન 10444થી વધુ કેસો સામે આવ્યા હતા જેની સામે 111થી વધુ લોકોના મોત નીપજ્યા હતા જયારે કોરોના મહામારી ના કેસોમાં ઘટાડો થી રહ્યો છે ત્યારે બીજી બાજુ જિલ્લામાં બ્લેક ફાંગશે પ્રવેશ કર્યો છે વાગરા તાલુકાના કેરવાડા ગામના માતા મધુબેન ચંદ્રસિંહ સોલંકી ઉંમર 72 અને પુત્ર વિજયસિંહ ચંદ્રસિંહ ઉંમર 55 કે જેઓ હાલ જ કોરોના મહામારી માંથી ઉભા થયાં હતા અને તેઓને બ્લેક ફંગ્સ નામના રોગે તેમનો ભોગ લીધો તેઓ સાળવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ આવેલ હતા પરંતુ બ્લેક ફંગ્સ અર્થે કોઈ સાrવાર બદલ સુવિધાઓ ન હોવાને કારણે તેઓને તાત્કાલિક વડોદરા એસ. એસ. જી હોસ્પિટલ ખાતે ખાસેડવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લામાં બ્લેક ફંગ્સનો પ્રવેશ :વાગરાના કેરવાડામાં એક જ ઘરના બે સભ્યોને વડોદરા એસ. એસ. જી ખાતે ખસેડવામાં આવ્યા
Advertisement