ભરૂચ જિલ્લામાં અલગ અલગ તાલુકામાં કોરોના જેવી મહામારીમાં પણ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર પકડાયા છે.મેડીકલ ડીગ્રી વિના મેડીકલ પ્રેકટીસ કરી દર્દીઓની સારવાર કરતા ઉંટવૈદ્ય તબીબોનાં કારણે કોરોનાં સંક્રમણ વધુ ફેલાયું હોવાથી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા બોગસ તબીબો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લા સહિત નેત્રંગ અને હાંસોટ તાલુકાઓમાં નકલી ડોકટરોને ઝદોઈ પાડવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મળેલ બાતમીને આધારે કરોરસિંઘ દર્શનસિંઘ સંદુ રહે તુલસીધામ ઝાડેશ્વર ભરૂચ કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર મેડિકલ સાધનો,એલોપેથીક દવાઓ,ઇન્જેક્શન સાથે કુલ 50,603.33/-ની કિંમતના મુદ્દામાલ સાથે મળી આવતાઅટક કરી ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી તમામ તપાસ એસ. ઓ. જી. ભરૂચ ખાતે શરૂ કરી દેવામાં આવી છે તો બીજી જગ્યા નેત્રંગમાં મળેલ પોલીસ બાતમીને આધારે સ્ટેશન ફળિયાના ચિત્તરંજના દીનાનાથ મંડલ નામના ઇસમે નેત્રંગ ચાર રસ્તા પાસે માંડવી રોડ ઉપર એક ઈસમ દવાખાનું ખોલી તથા પોતાના ઘરે લોકોને દવાઓ તથા ઇન્જેશન આપે છે તેની જાણ પોલીસને થતા પોલીસને જાણ થયેલ છે કે અન્ય એક ઈસમ પાસે દવાખાનું ચાલવાના કોઈ પુરાવા ન મળતા તેની પાસેથી અલગ અલગ કંપનીની દવાઓ, ઇન્જેકસનો અને સાધનો મળી આવતા બન્ને વિરૂધ્ધ ગુનો નોંધીને નેત્રંગ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
bharuchહાંસોટ તાલુકામાં પણ કોરોનો જેવી મહામારી વચ્ચે જાહેર જનતા સાથે નકલી ડોકટરો દ્વારા ચેડાં કરવામાં આવી રહી હતી. હમસોટ પોલીસને મળેલ બાતમીને આધારે, હાંસોટ આમલી ફળિયામાં એક ઈસમ ડોક્ટર ન હોવા છતાં ઘરમાં દવાખાનું ખોલીને દવાઓ આપે છે જ્યાં પોલીસે ડિગ્રી અંગે વાત કરતા તેણે કોઈ ડિગ્રી મેળવેલ ન હતી. તેના રૂમની તપાસ કરતા અલગ અલગ કંપનીની દવાઓ મોન્ટુલ ટેબ્લેટનું બોક્સ કિંમત ₹. 2400/-, ડિકોલ્ડ ટેબ્લેટનું બોક્સ કિંમત ₹.585/-,કાર્લમોક્ષ ટેબ્લેટ કિંમત ₹.600/-, અઝીનિશ 250 ટેબ્લેટ નું બોક્સ. કિંમત ₹.840/-, ઑલોક્ષાશિન અને ઓર્નિદાઝોલ ટેબ્લેટ કિંમત ₹.984/-, અસેકલોન્સ પ્લસ ટેબ્લેટનું બોક્સ કિંમત ₹.640/- સુપર કોલ્ડ સીરપ બોટલ 2 નંગ કિંમત ₹.100/-, કાર્લફોક્સ 200 ટેબ્લેટ નું બોક્સ કિંમત ₹.500/-, મલ્ટીમીન ઈન્જેકશન બોટલ નંગ 40 કિંમત ₹.1400/- પેન્ટોપ્રોઝોલે ઈન્જેકશન નંગ કિંમત ₹.245/-, ડિકલોફેનાક સોડિયમ ઈન્જેકશન બોટલ 10 કિંમત ₹.250/-, ડેસ્ટેજ એન્ડ પપસીન ડ્રોપ બોટલ 2. કિંમત ₹.84/-, સથેસ્કોપ મશીન નંગ એક ₹.250/- અને બ્લેડ પ્રેશર મશીન કિંમત 500/- મળીને કુલ 29,397/- ના મુદ્દામાલ કબ્જે કરીને તેની વિરૂધ્ધ હાંસોટ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
છેલ્લા કેટલાય સમયથી ભરૂચ જિલ્લામાં વગર ડિગ્રીએ દવાખાનાં ખોલીને સારવાર કરી પ્રજાનાં આરોગ્ય સાથે ચેંડા કરતા ડોક્ટરો ઝડપાયા છે.
ભરૂચ જિલ્લામાં પોલીસ વિભાગે સપાટો બોલાવ્યો : જિલ્લામા 3 જગ્યાઓ પરથી નકલી ડોકટરોને ઝડપી પાડ્યા.
Advertisement