Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : દહેજ ખાતે મળેલ ₹1,32,59,378 ના કેમિકલના કાળા રેકેટમાં દહેજ પોલીસ સ્ટેશનના પી.આઈ ને કરાયા સસ્પેન્ડ.. જાણો વધુ..

Share

હાલમાં ભરૂચના દહેજમાં સ્ટેટ મોનીટરીંગ સેલે કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ કરી ૫ ટેન્કર સાથે રૂ. 1,32,59,378/- ના મુદામાલને કબ્જે કરી ૭ આરોપીઓની ધરપકડ કરવામા આવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને દહેજમાં વેલસ્પન કંપની નજીક આવેલ માલવા પંજાબ હોટલ પાછળ કેમિકલ ચોરીનો વેપલો ચાલી રહ્યો હોવાની બાતમી મળતા મોડી રાતે રેડ કરવામાં આવી હતી. કેમિકલ ટેન્કરોમાંથી કેમિકલની ચોરી કરી ઉદ્યોગોને વેચવામાં આવતું હતું. કાળા રેકેટ કૌભાંડમાં દહેજ પી.આઈ પણ સામેલ હોય અને અગાઉ જાણ હોવા છતાં કૌભાંડ સામે કોઈ કાયદાકીય કાર્યવાહી ન કરવાને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

મળતી માહીતી અનુસાર, દહેજ પીઆઈને કરોડોના કેમિકલ કૌભાંડની જાણ હોવા છતાં તેમને પૈસા લઈને વેપલામાં સાથ આપ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી સ્ટેટ મોનીટરીંગ સેલે કાર્યવાહી હાથધરી હતી અને કામ પાર પડ્યું હતું જેથી દહેજ પી.આઈ એ.સી.ઈ. ગોહિલને સસ્પેન્ડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેમની જગ્યા પર કર્તવ્યનિષ્ઠ પી.આઈ બી.બી. કોઠીયાને સંપૂર્ણ ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જેથી પોલીસ કર્મચારીઓમાં ફફડાટ મચી જતા ભયનો માહોલ સર્જાયો હતો.

Advertisement

Share

Related posts

*અંકલેશ્વર જીઆઇડીસી ના પ્રદુષણ બાબતે હાઇકોર્ટ તરફથી જાહેર થયેલા વચગાળાના સખ્ત હુકમો*

ProudOfGujarat

ભરૂચના મક્તમપુર ખાતે આવેલી નવસારી કૃષિ મહાવિદ્યાલય ખાતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ રાજ્યમાં પરવાનગી વિના ચાલતી કૃષિયુનિવર્સિટીઓને બંધ કરવાની માંગ સાથે કલેકટર કચેરી સુધી મૌન રેલી યોજવામાં આવી હતી…

ProudOfGujarat

ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા મહોત્સવનો ખાસ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!