ગુજરાત બોર્ડના ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જૂનના અંતિમ અઠવાડિયામાં ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવશે. ધોરણ 10 ની માર્કશીટ કેવી બનશે તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને ધોરણ 9 સામાયિક કસોટીમાંથી ગુણ અપાશે. 50 ગુણમાંથી મેળવેલા ગુણને 40 ટકામાં રૂપાંતરિત કરવામાં આવશે.
ધોરણ-10 ને માસ પ્રમોશન આપ્યા બાદ હવે વિદ્યાર્થી અને વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. ધોરણ-9 ની સામાયિક કસોટી અને ધોરણ-10 ની એકમ કસોટીના આધારે પરિણામ આપવામાં આવશે.
પ્રથમ અને દ્વિતિય સામયિક કસોટીના 40 ગુણમાંથી રૂપાંતરિત કરવામાં આવશે. શાળાકીય કસોટીઓ આધારિત મૂલ્યાંકનના 80 અને શાળાના આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ મળશે. ધોરણ 10 ની એકમ કસોટીના ગુણ ધ્યાનમાં લેવામાં આવશે તથા જૂનના બીજા અઠવાડિયામાં માર્કશીટ અને પ્રમાણપત્ર મળશે. ધોરણ 10 માં પ્રમોશન આપ્યાના 21 મા દિવસે સરકારે નિર્ણય કર્યો છે. ધોરણ 10 ની એકમ કસોટીના ગુણ ધ્યાનમાં લેવામાં આવશે તથા જૂનના બીજા અઠવાડિયામાં માર્કશીટ અને પ્રમાણપત્ર મળશે. ધોરણ 10 માં પ્રમોશન આપ્યાના 21 મા દિવસે સરકારે નિર્ણય કર્યો છે.
માસ પ્રમોશનને કારણે 8.60 લાખ વિદ્યાર્થી ધો. 11 કે તે પછીના વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ માટે લાયક ઠરશે. આ વિદ્યાર્થીઓેને માટે ધો. 11 માં 5.50 લાખ બેઠક છે, જ્યારે ડિપ્લોમા અને આઇટીઆઇની આશરે 1.50 લાખ બેઠક છે. આમ કુલ 7 લાખ બેઠક પ્રવેશ માટે ઉપલબ્ધ છે. આ સ્થિતિમાં 8.60 લાખ પાસ થશે એટલે પ્રવેશ મેળવવા પ્રવેશ સમસ્યા સર્જાશે એવું સૂત્રોનું કહેવું છે.