Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં મોબાઈલ બાબતે પિતાએ ઠપકો આપતા કિશોરી ઘરે નિકળી ગઈ : અભયમ ટીમની સમજાવટથી પરિવાર પાસે પરત ફરી.

Share

181 મહિલા હેલ્પલાઇનમાં ગોધરામાં એક કિશોરી ઘણા લાંબા સમયથી બેસી રહી છે તેને પૂછતાં કોઈ જવાબ આપતી નથી તે પ્રકારનો કોલ આવતા અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કિશોરી સાથે સહાનુભૂતિપૂર્વક વાત કરી સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો. તેમને જાણવા મળ્યું કે 14 વર્ષની અંજલિ (નામ બદલેલ છે ) મોબાઈલનો સતત ઉપયોગ કરતી હતી. જે બાબતે તેના પિતાએ મોબાઈલનો જરૂર જેટલો ઉપયોગ કરવા જણાવતા તેને લાગી આવ્યું હતું અને રાતે બધા સૂતા હતા ત્યારે કાલોલથી બેગ લઇ ગોધરા આવી ગઇ હતી. જોકે ગોધરા આવ્યા બાદ હવે કયાં જવુ તેની ચિંતામા મુકાયેલ અંજલિને જોઈ એક નાગરિકે અભયમ ટીમને ફોન કર્યો હતો. અભયમ ટીમે સમજાવેલ કે આ રીતે ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી જવાનું પગલું અવિચારી અને જોખમભર્યું છે. મમ્મી પપ્પા પણ ચિંતા કરતા હશે. અત્યારે તારી ભણવાની ઉંમર છે તો મોબાઈલનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવાની વાત ખોટી નથી તેમ સમજાવતા તેને પોતાની ભૂલ સમજાઈ હતી અને તે ઘરે પરત ફરવા સંમત થઈ હતી. તેના પરિવારનું સરનામું મેળવી ટીમે તેને ઘરે પહોંચાડી હતી. પોતાની દીકરીને હેમખેમ પરત પહોંચાડવા બદલ તેઓએ અભયમ ટીમની કામગીરીની પ્રશંસા કરતા આભાર વ્યક્ત કર્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા રૂ. 31,500 નો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો.

ProudOfGujarat

અંકલેશ્વરના કાગદીવાડમાં એક મકાનમાં ખૂની ખેલ ખેલાયો,પત્નીની હત્યા કરી પતિએ ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી.

ProudOfGujarat

રાજકોટની ગોઝારી ઘટના બાદ ભરૂચ ફાયર તંત્ર સફાળું જાગ્યું, સરકારની સૂચના અન્વયે ફાયર સેફટી નું નિરીક્ષણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!