કોરોના મહામારીમાં સરકાર દ્વારા કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવામા માટે અનેક ગાઈડલાઈનો બહાર પાડવામાં આવી હતી જેવી કે સોશિયલ ડિસ્ટન્સ રાખવું, ભીડ એકઠી ન કરવી, ફરજીયાત માસ્ક પહેરવું. પરંતુ જાણે સુરેન્દ્રનગરના લીંબડીના નગરપાલિકાના કર્મચારીઓ જ માસ્ક પહેર્યા વગર કામ કરી રહ્યા હતા.. શું સરકારની ગાઇડલાઇનનો અમલ પ્રજા પૂરતી જ છે.?
સુરેન્દ્રનગરના લીંબડી નગરપાલિકામાં આજરોજ કર્મચારીઓ માસ્ક વગર જોવા મળ્યા હતા અને ખાસ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવ્યું ન હતું જેની સામે માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા સરકારની ગઇડલાઇનોને યાદ કરાવવા દંડ સ્વરૂપે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જો સરકારના કર્મચારીઓ જ નિયમોનું પાલન કરશે નહીં તો જાહેર જનતા શું નિયમોનું પાલન કરશે સામાન્ય વ્યક્તિઓને માસ્ક નહીં પહેરવાથી 1000 રૂપિયાથી દંડિત કરવામાં આવતા હોય છે. શું આ સરકારી કર્મચારીઓ પાસેથી દમદાર વસુલ કરવામાં આવશે તેવા પ્રશ્નો જાહેર જનતા ઉઠાવી રહી છે. જો સરકારી કર્મચારીઓ જ સરકારની ગઇડલાઇનોનું ઉલ્લંઘન કરી રહ્યા હોય તો સામાન્ય પ્રજાનો શુ વાંક ? સરકાર દ્વારા આ કર્મચારીઓ પાસે દંડ વસુલાત કરવામાં નહિ આવે તો સામાન્ય પ્રજા સાથે અન્યાય થશે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર