પી. આઈ. યુ હેલ્થ વિભાગમાં કામ કરતા ઈજનેરોના પડતર પ્રશ્નો તથા મંગાણીઓ જેમ કે પગારમાં વધારો કરવો, કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરવી, કાયમી નોકરી તથા સંલગ્ન લાભો આપવા, પગાર ધોરણમાં દર વર્ષે વાર્ષિક વધારો કરવો જેવી માંગો ઘણા વર્ષોથી કરવામાં આવી હતી. જેને માટે સરકારને ઘણા આવેદનપત્રો પણ આપવામાં આવ્યા હતા. પરંતુ સરકાર દ્વારા કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી.
પી.આઈ.યુ ખાતે કાર્યરત ઈજનેરોના પગાર ખુબ જ ઓછા હોવા છતાં ઓગસ્ટ 2015 ના સામાન્ય પગાર વધારા બાદ છેલ્લા 10 વર્ષથી કોઈ વધારો કરવામાં આવેલ નથી. ન્યુન્તમ ઓછા હોવા છતાં અન્ય કોઈ પ્રકારના લાભ આપવામાં આવતા નથી. છેલ્લા દોઢ વર્ષથી અણધારી આવી પડેલ કોરોનાની વૈશ્વિક મહામારીએ દરેક સ્તરે અનેક પડકારો વચ્ચે ઓછુ વેતન મેળવનારા ઈજનેરઓને વિકટ સંજોગોનું નિર્માણ થતું હતું. પી.આઈ.યુ ખાતે કાર્યરત તમામ ઈજનેરો મહામારી દરમિયાન પોતાના પરિવારથી દૂર રહીને ફરજ બજાવી રહ્યા છે જેમાં અમુક ઈજનેરો કોરોના સંક્રમિત થતા તેઓના પરિવારો પણ કોરોના સંક્રમિત થઈને જીવ ગુમાવ્યા છે. જેને કારણે સ્વજન ગુમાવના કિસ્સાઓમાં આર્થિક ઉપરાંત સામાજિક પડકારો પણ ઉભા થયાં છે. આ પડકારો સામે રાહત મેળવવાના આશયથી કેટલીક માંગણીઓ કરવામાં આવી હતી. વાર્ષિક પગારમાં વધારો, 3 વર્ષથી વધુ કામ કરનારા ઈજનેરોને કાયમી કરવા, કાયમી કર્મચારીઓને તમામ લાભ આપવા, ઈજનેરોમે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણીને પ્રોત્સાહન આપવું, પી.આઇ.યુ. ના ઈજનેરઓને મરનોઉપરાંત 1 કરોડની સહાય કરવી, નિયમો અનુસાર બઢતી આપવી, ફરજ દરમિયાન કાનૂની રક્ષણ આપવું તમામ લાગણીઓનું સરકાર હકારાત્મક ઉકેલ નહીં આપે તો ઈજનેરો દ્વારા સર્વ સંમતિથી કાળી પટ્ટી ધારણ કરી અને પેન ડાઉન કરીને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપવામાં આવી હતી.
સમગ્ર ગુજરાત ખાતે પી. આઈ. યુ. (હેલ્થ) ના ઈજનેરોએ કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યો..
Advertisement