ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર પોલીસે મહાવીર ટર્નિંગ નજીક રિક્ષામાં ચોરીના મોબાઈલ ફોન, લેપટોપ, ઘડિયાળ વેચવા ફરતા બે ઈસમોને ઝડપી પાડી કુલ 1.46 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં રિક્ષા નંબર-જી.જે.19.યુ.0867માં ચોરીના ફોન સહિતની અન્ય વસ્તુઓ વેચવા માટે બે ઇસમો ફરી રહ્યાં છે. જેવી બાતમીના આધારે શહેર પોલીસે મહાવીર ટર્નિંગ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી રિક્ષા આવતા તેને અટકાવી રિક્ષામાં તપાસ કરતાં તેમાંથી સાત મોબાઈલ ફોન, એક ઘડિયાળ, એક લેપટોપ મળી આવ્યું હતું. જે અંગે પોલીસે રિક્ષામાં સવાર બંને ઈસમોની પૂછપરછ કરતાં તેઓએ સંતોષકારક જવાબ ન આપતા પોલીસે તેઓની અટકાયત કરી હતી અને મોબાઈલ ફોન તેમજ એક ઘડિયાળ, એક લેપટોપ મળી કુલ 1.46 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે મૂળ યુપીના અને હાલ ચંડાલ ચોકડી નજીક રહેતા રોહિત દિનેશ સિંગ તેમજ રોનક સુનિલ ચૌધરીને ઝડપી પાડી બંને ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર શહેરમાં ચોરીની વસ્તુઓ વેચવા રિક્ષામાં ફરતા બે ઈસમો ઝડપાયા.
Advertisement