Proud of Gujarat
FeaturedGujaratINDIA

બોર્ડની માર્કશીટમાં માસ પ્રમોશનનાં ઉલ્લેખને લઇને મોટો ખુલાસો..જાણો વધુ.

Share

ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક પછી ગુજરાત બોર્ડની ધોરણ-12 ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજે મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાત બોર્ડની ધોરણ-12 ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈ કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીબીએસઇની ધોરણ-12 ની પરીક્ષા રદ કર્યા પછી આજે રાજ્ય સરકારે ગુજરાત બોર્ડની ધોરણ-12 ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો છે. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય જે. પી. પટેલએ માર્કશીટને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે બોર્ડની માર્કશીટમાં ક્યાંય માસ પ્રમોશનનો ઉલ્લેખ નહીં હોય. કોઈ બાળકને નુકસાન ન થાય તેવી પદ્ધતિ બોર્ડ અપનાવશે. વધુમાં કહ્યું કે કોઈ બાળકને ભવિષ્યમાં કોઈ એવુ કહીને નહીં જાય કે પરીક્ષા વગર વિદ્યાર્થી પાસ થયો છે તે પદ્ધતિથી માર્કશીટ તૈયાર કરવામાં આવશે. આ અંગે સરકાર આગામી સપ્તાહમાં સત્તાવાર જાહેરાત કરશે.

ગઇ કાલે પીએમ નરેન્દ્ર મોદીએ ધોરણ 12 ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે, જે મુદ્દે આજે મળેલ કેબિનેટ બેઠકમાં ગઇ કાલે પીએમ લીધેલ નિર્ણયને લઈ ચર્ચા થઈ. ધોરણ 12ની ગુજરાત બોર્ડ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રની ગાઈડલાઇન પ્રમાણે આપડે નિર્ણય કરીશું. ધોરણ 12 અને 10 નાં રીપીટરની પરીક્ષા મુદે હવે નિર્ણય કરીશું. 7 જૂનથી શરૂ થતા નવા સત્રની શરૂઆત ઓનલાઇન હશે. નોંધનીય છે કે, CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીની હાઈલેવલ બેઠકમાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. COVID ને કારણે થતી અનિશ્ચિત સ્થિતિ અને વિવિધ હોદ્દેદારો દ્વારા મળેલા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને, નિર્ણય કરવામાં આવ્યો કે આ વર્ષે બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે નહીં.

Advertisement

Share

Related posts

ભરૂચ ઝાડેશ્વર ગામ ના યુવાને ટેલિવિઝન ની દુનિયામાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી

ProudOfGujarat

લીંબડીમાં ગોકુળ આઠમની ભવ્ય ઉજવણી સાથે રથયાત્રા નિકળી.

ProudOfGujarat

ભરૂચ જનતા અપક્ષ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!