Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા તાલુકાના અસાથી માલસર વચ્ચેના પુલથી વડોદરા જવાનું અંતર ઘટશે…જાણો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અસા અને વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર વચ્ચે નર્મદા નદી પર બંધાઇ રહેલા પુલને લઇને તાલુકાની જનતા માટે સુંદર સુવિધાનું નિર્માણ થશે. ઝઘડીયા તાલુકામાંથી નર્મદા નદી પસાર થાય છે. હાલ ઝઘડીયા તાલુકાના ભાલોદ અને વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મોટીકોરલ ગામ વચ્ચે નર્મદા નદી પર પુલની સુવિધા છે ત્યારે અસા માલસર વચ્ચેના પુલનું નિર્માણ સંપન્ન થશે ત્યારે તાલુકાને નર્મદા નદી પર બીજા પુલની સગવડ મળશે. અસા માલસર વચ્ચેનો પુલ સંપૂર્ણપણે આકાર લેશે ત્યારે ઝઘડીયા સહિત નેત્રંગ તાલુકાની જનતાને ડભોઇ વડોદરા તરફ જવા એક નવો અને ટુંકો રુંટ પ્રાપ્ય થશે. હાલ ઝઘડીયા તાલુકામાંથી ડભોઇ વડોદરા તરફ જવા માટે વાયા રાજપિપળા સેગવા થઇને જવું પડે છે. અસા માલસર વચ્ચેનો પુલ બંધાતા આ પંથકના વાહનો ઉમલ્લાથી અસા માલસર શિનોર થઇને ડાયરેક્ટ સેગવા ચોકડી જઇ શકશે. આ નવા રુંટના કારણે આ પંથકમાંથી ડભોઇ વડોદરા જવા માટે હાલ કરતા પંદર કિલોમીટર જેટલુ અંતર ઓછુ થશે. આ નવા પુલના કારણે નેત્રંગ ઝઘડીયા તાલુકાઓની જનતાને ઉમદા સુવિધા મળતા જનતાના કિંમતી નાણાં અને સમયનો યોગ્ય બચાવ થઇ શકશે. વડોદરા મધ્ય ગુજરાતનું મહત્વનું મહાનગર હોવાથી આ પંથકની જનતાએ અવારનવાર વડોદરા ડભોઇ જવુ પડતુ હોય છે. જે-તે સ્થળના વિકાસ માટે રસ્તાઓની સુવિધા પણ મહત્વપુર્ણ મનાય છે, ત્યારે અસા માલસર વચ્ચેના પુલને લઇને આ પંથકનો સર્વાંગી વિકાસ ઝડપી બનશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ પંથક માંથી એક ભવ્ય મેળો લુપ્ત થયો જાણો કેમ…

ProudOfGujarat

સુરેન્દ્રનગર શહેરના જવાહર ચોકમાં વકીલ દ્વારા બાળકી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતા ચકચાર

ProudOfGujarat

રાજપીપલા તથા ડેડીયાપાડાના પ્રોહીબીશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી નર્મદા પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!