માંગરોળ તાલુકાના કોસાડી ગામેથી એસ.ઓ.જી અને માંગરોળ પોલીસે બાતમીને આધારે સંયુક્ત રેડ કરી 80 કિલો ગૌમાંસ ઝડપી પાડયું હતું. જ્યારે આ ગુનામાં સંડોવાયેલો કોસાડી ગામનો એમલઅહમદજીભાઇ સહિત બે આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ આસિફખાન ઝહિરખાનને બાતમી મળી હતી કે કોસાડી ગામે 42 ગાળા ફળિયાની પાછળ કીમ નદીના કિનારે ખુલ્લી જગ્યામાં બે ઈસમો ગાયોની કતલ કરી રહ્યા છે. જેના આધારે એસ.ઓ.જી. પો.સ.ઇ.જે.કે.ધડુકના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પો.સ.ઇ. પી.એચ.નાયી.હે.કો.અમૃતભાઈ ધનજીભાઈ, રણછોડભાઈ કાબાભાઇ, એ.એસ.આઇ મહેન્દ્રભાઈ સનાભાઇ, પ્રકાશભાઈ રમણભાઈ,સહિતની ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા સ્થળ ઉપરથી 80 કિલો ગૌમાંસ કિંમત રૂ.8,000, મોટા છરા નંગ બે કિંમત રૂપિયા 300, નાની છરી નંગ બે કિંમત રૂપિયા 200 મળી કુલ 8650 મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો. જ્યારે તપાસ કરતા આ ગુનામાં એમલઅહમદજીભાઈ અને એક અજાણ્યો ઇસમની સંડોવણી બહાર આવતાં પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી. તેઓ વિરુદ્ધ પશુ સંરક્ષણ 1954 ની કલમ 5, 6, 8 અને ગુજરાત પશુ સુધારણા 2017 ની કલમ5,6, અને 8 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ