Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ તાલુકામાં વલણ હોસ્પિટલ ખાતે વલણ હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા કોવિડ કેર સેન્ટર કાર્યરત કરી નિ:શુલ્ક સારવાર કરાઇ રહી છે.

Share

કરજણ તાલુકાના વલણ – પાલેજ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે કોવિડ કેર સેન્ટરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને નિ:શુલ્ક સારવાર પ્રદાન કરી એક સરાહનીય સેવાભાવી કાર્ય સેવાભાવી ટ્રસ્ટીઓ દ્વારા કરાઇ રહ્યું છે. હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે અનેક સ્થળોએ નામી અનામી સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો કોરોના સંક્રમિતોને મદદરૂપ બની માનવતાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે.

કરજણ તાલુકાના વલણ – પાલેજ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે સેવાભાવી ટ્રસ્ટ દ્વારા કોવિડ કેર સેન્ટર કાર્યરત કરી કોરોનાગ્રસ્ત દર્દીઓને નિશુલ્ક સેવા પ્રદાન કરાઇ રહી છે. કોરોના સંક્રમિત દર્દીઓને નામાંકીત તબીબો ડૉ. વિનય જૈન, ડૉ. સમીર દીવાન, ડૉ. આરીફ કેશરાની, ડૉ. સાબિર પટેલે તબીબી સારવાર પ્રદાન કરી રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓને દવાઓ તથા અન્ય કોરોનાલક્ષી જરૂરી સાધનો વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન, સત્ય નારાયણ સંસ્થા BAPS દ્વારા ત્રણ ઑક્સિજન મશીન તેમજ સુલેમાન ભાઇ ડકરી દ્વારા બે ઑક્સિજન મશીન અર્પણ કરાયા હતા.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે કોવિડ કેર સેન્ટરમાં ફાયર સેફ્ટીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામા આવી છે.

જેથી કોઈ આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક સેવા મળી રહે. કોરોનાલક્ષી જરૂરી દવાઓનો સંપુર્ણ ખર્ચો ભરૂચ જિલ્લાના મુસ્લિમ ગામોના નામી અનામી સખીદાતાઓ તરફથી પૂરો પાડવામાં આવી રહ્યો છે. આમ વલણ હોસ્પિટલ ખાતે સેવાભાવી ટ્રસ્ટ તેમજ દેશ વિદેશમાં વસતા સખીદાતાઓએ નિસ્વાર્થપણે કોરોના સંક્રમિતોની વ્હારે આવી અન્યો માટે એક પ્રેરણાદાયી બની એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

યાકુબ પટેલ : કરજણ


Share

Related posts

રાજકોટ ખાતે નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલનું આયોજન કરાયું

ProudOfGujarat

કોરોના સામે તંત્ર થયું એલર્ટ – ભરૂચ જિલ્લામાં કોરોના સામે પહોંચી વળવા વિવિધ સેન્ટરો પર તૈયારીઓ રાખવા અપાયા સૂચનો

ProudOfGujarat

રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર સબંધનો તહેવાર બહેન ભાઈનાં હાથે રાખડી બાંધીને ભાઈનાં રક્ષણની કામનાં કરે છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!