કોરોનાના બીજા વેવમા નિર્ભયા સ્કવોર્ડની કામગીરી પુનઃ સક્રિય થઈ છે. નિરાધાર મહિલાઓ, પીડિત મહિલાઓ, વૃદ્ધ મહિલાઓની સમસ્યાનું સમાધાન કરવા નિર્ભયા સ્કવોર્ડ ગામે ગામે ફરી યોગ્ય માર્ગદર્શન આપી મહિલાઓને મદદરૂપ થઈ રહી છે. તાજેતરમા લાછરસ ગામે વૃદ્ધ મહિલાને નાના દીકરાએ મા ની મિલ્કત પડાવી લેવાના બહાને ઘરને તાળું મારી કાઢી મુકતા નિર્ભયાસ્કવોર્ડે તાળું તોડી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો.
હવે માનવ સેવા એ જ પ્રભુ સેવા નર્મદા જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક ચેતના ચૌધરીની સૂચનાથી પી.એસ.આઇ કે. કે .પાઠકના નેતૃત્વમાં કામ કરી રહેલ નિર્ભયા ટીમનુ એક નવું સ્વરૂપ જોવા મળ્યું છે. હાલમાં કોરોના મહામારીના કારણે શાળા કોલેજ બંધ હોવાથી નિર્ભય સ્કવોર્ડે જિલ્લામાં એક નવું અભિયાન ચાલુ કર્યું છે. નિર્ભયા સ્કવોર્ડના દરેક સભ્ય ગામે ગામે જઇ ઘેર-ઘેર મુલાકાત લઇ સીનીયર સીટીઝન અને વિધવા મહિલાઓને જે લોકો સરકારી યોજનાથી વંચિત છે એવા લોકોને સરકારી યોજના અપાવા માટે કાર્ય કરી રહી છે અને જે લોકોને ઘરમાં ખાવાનું નથી એવા વૃદ્ધ અને બેસહારા લોકોને પડખે નિર્ભયા સ્કવોર્ડ 24 કલાક એમની સેવા માટે તત્પર તૈયાર છે. હાલમા કે.કે પાઠકના નેતૃત્વમાં નિર્ભયા સ્કવોર્ડની બહેનો ગામે-ગામે જઈ જે જરૂરતમંદ લોકોને અનાજ અને ફળનું કીટનું વિતરણ પણ કર્યું હતું.
જ્યોતિ જગતાપ, રાજપીપલા