– સુરત રેન્જ એડી ડીજી ડો રાજકુમાર પાંડિયનની રણનીતિથી બુટલેગરો પરાસ્ત થયા છે : સોનામાં સુગંધ ભળે તે જ રીતે નવસારી જિલ્લા પોલીસે બુટલેગરના હાલ બેહાલ કર્યા છે.
દમણથી વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ગુજરાતમાં જઇ રહ્યો હતો. જેની બાતમીના પગલે નવસારી પોલીસે બોરિયાચ ટોલનાકા પર ચેકિંગ હાથ ધરી રૂ. 18.81 લાખનો દારૂ લઇ જતી એક ટેમ્પો પકડી પાડ્યો હતો. નવસારી જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયની સૂચના અને ડીવાયએસપી એસ.જી. રાણાના માર્ગદર્શન મુજબ એલસીબી પીઆઇ વી. એસ. પલાસે પીએસઆઇ એમ. જી. પાટીલ, એએસઆઇ કલ્યાણભાઇ રામભાઇ, સુનિલસિંહ દેવસિંહ, વિજય દલપતસિંહ, હેડ કોન્સ્ટેબલ મિલન મનસૂખભાઇ, સુરેશ વિષ્ણુભાઇ, નિલેશ અશોકભાઇ અને કોન્સ્ટેબલ અર્જુન પ્રભાકર સાથે મળીને બોરીઆચ ટોલનાકા પાસે નાકાબંધી હાથ ધરી હતી. આ દરમિયાન તેમણે ત્યાંથી પસાર થતા એક ટેમ્પા નં. જીજે-19-એક્સ-9260 ને અટકાવી તેની જડતી લેતાં તેમાંથી દારૂની 12,432 બોટલો કિં.રૂ.18.81 લાખની મળી આવી હતી. જેમાં વ્હિસ્કી બીયર અને વોડકાની બોટલો હતી. જેના પગલે પોલીસે દારૂનો જથ્થો કબજે કરી તેના ચાલક જયસીંગ મનુ ગાંવિત રહે. નવસારીને પકડી પાડ્યો હતો. જ્યારે આ દારૂ ભરાવનાર અશોક કાઠિયાવાડીને વોન્ટેડ જાહેર કર્યો હતો.
કાર્તિક બાવીશી