Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ખાતે માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા અને લીંબડી બ્લોક હેલ્થ ઓફિસના સહયોગથી કોરોના વેકશીન કાર્યક્રમ યોજાયો

Share

વિશ્વભરમાં કોરોના મહામારી વચ્ચે લોકોનુ જીવન ખોરવાઈ જવા પામ્યું છે ત્યારે લોકોના સહકારે અલગ અલગ સંસ્થાઓ આગળ આવી લોકોને સાથે આપી રહી છે ત્યારે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિએ પણ લોકોને ભોજન દવાઓ તેમજ અન્ય તકલીફોમાં સેવાદાન કર્યું છે ત્યારે હાલ કોરોના સામે લડવા સરકાર દ્વારા રસી આપવામાં આવી રહી છે

ત્યારે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિના ગુજરાત અધ્યક્ષ નિલેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ લીંબડી અંબારામભાઈના કારખાને માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા અને લીંબડી બ્લોક હેલ્થ ઓફિસના સહયોગથી કોરોના વેકશીનનુ રસીકરણ કરવામાં આવ્યું હતું જેમાં લીંબડી પીએસઆઈ વી એન ચૌધરી, લીંબડી મામલતદાર સહિતના અધિકારીઓએ હાજરી આપી હતી ત્યારે સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણ, સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર જીલ્લા મહામંત્રી ડી યુ પરમાર, લીંબડી શહેર પ્રમુખ નંદકિશોરભાઈ ચૌહાણ, જીલ્લા કાનુની સલાહકાર કરીસ્માબેને બેલીમ, નાઝીર સોલંકી મહામંત્રી નટુભા ઝાલા, સચિન પિઠવા સહિતની જીલ્લા અને તાલુકાની માનવ અધિકાર નિગરાની સમિતિ ટીમ દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો ત્યારે લીંબડી બ્લોક હેલ્થ ઓફિસના સુપરવાઈઝર મનોજભાઈ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા આવતા 35 ઉપરાંત લોકોને કોરોના વેકશીનનુ રસીકરણ કરવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકા કક્ષાનો “યુવા ઉત્સવ” ગુરુકુળ આમોદ શાળા ખાતે યોજાયો.

ProudOfGujarat

અંક્લેશ્વરનું ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૭૦.૭૨%

ProudOfGujarat

નડિયાદમાં ડ્રેનેજ પાઈપલાઈનની કામગીરીમાં ભેખડ ધસી પડતા શ્રમિકનું થયું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!