Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતમાં ઉધના પો.સ્ટેશન પાસે જાહેરમાં જન્મ દિવસની કેક કાપીને ઉજવણી : કોરોના ગાઈડલાઈન ભંગની તસવીરો વાઇરલ થતા 7 ની અટકાયત.

Share

સુરતમાં જાણે કાયદાનો કોઈને ભય ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ચાર દિવસ પહેલાં હેમંત પીયો ઉર્ફે માંજરો નામના શખ્સનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં જાહેરમાં મોડી રાતે કેક મૂકીને ઉજવણી કરતો દેખાઈ રહ્યો છે. કોરોના સંક્રમણ વચ્ચે રાત્રિ કર્ફૂયુ છે. સાથે જ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જાહેરમાં કોઈએ પોતાના જન્મ દિવસની ઉજવણી કરવી નહીં, છતાં પણ આ લોકો બેખોફ થઈને યુવાનો સેલિબ્રેશન કરતા જોવા મળી રહ્યા છે. જેની સામે પોલીસ છાસવારે પગલાં પણ લેતી હોય છે. કોરોનાની મહામારી વચ્ચે પણ કાયદાઓને ઉલ્લંઘન કરીને જાહેરમાં જન્મ દિનની ઉજવણીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉધના પોલીસ સ્ટેશન પાસે જાહેરમાં જન્મ દિનની કેક કાપીને ઉજવણી કરવામાં મશગુલ ઈસમો પૈકી એક પણ વ્યક્તિએ માસ્ક પણ પહેર્યું ન હોવાને કારણે ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. જોકે સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ તાયફામાં ભાજપના પૂર્વ પ્રદેશ આઈટી સેલ સાથે સંકળાયેલા કાર્યકરનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન પોલીસ દ્વારા સાતની અટકાયત કરવામાં આવી છે.

ગત રોજ ઉધના પોલીસ સ્ટેશન નજીક મિલિન્દ પાટીલ નામના વ્યક્તિની જાહેરમાં જન્મ દિનની ઉજવણી કરવામાં આવી હતી. રસ્તા પર કેક કાપીને ઉજવણી કરવામાં ભાન ભૂલેલા આ લોકોએ કોવિડ-19 ની ગાઈડલાઈનનો કરાર ભંગ કરીને તસવીરો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા. જેથી આખે આખું પ્રકરણ બહાર આવ્યું છે.

Advertisement

આ અંગે વધુ તપાસ હાથ ધરતાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ આઈટી સેલના મંત્રી સહિતના લોકો દ્વારા પોતાના મિત્ર મિલિન્દ પાટીલની જાહેરમાં જન્મ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એકપણ ઈસમે માસ્ક પહેર્યા વગર ફોટો સેશન કરાવ્યું હતું અને બાદમાં આ તમામ ફોટાઓ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા. અગાઉ પુણા પોલીસ મથકના કર્મચારી દ્વારા પણ ફાર્મ હાઉસમાં બિંદાસ જન્મદિનની પાર્ટીના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ભારે હોબાળો થવા પામ્યો હતો.


Share

Related posts

સુરતમાં હીરાના કારખાનામાંથી હીરા લઈ ફરાર મેનેજરની ધરપકડ

ProudOfGujarat

ભરૂચ : કતોપોર દરવાજા ઢોળાવ વિસ્તારમાં ગેસ લીકેજ થતા અફરાતફરીનું વાતાવરણ….. લોકોમાં ભય વ્યાપી ગયો.

ProudOfGujarat

ભરૂચના શિવાલયોમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!