પંચમહાલ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા ગોધરા તાલુકાના વીજળીના પ્રશ્નો બાબતે ઉર્જામંત્રી અને એમજીવીસીએલ ગોધરાને લેખિત રજુઆત કરી છે.
લેખિત રજુઆતમા જણાવામા આવ્યુ છે કે પંચમહાલ જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ખેતીવાડી અને વીજ કનેકશનમાં અવારનવાર વીજ વીક્ષેપ થાય છે. તેનુ મુખ્ય કારણ ફિડરોની અપુરતી મરામત છે. ગોધરા તાલુકામા નમી ગયેલ પોલ ઉભા કરવા, ફીડરોની મરામતની કામગીરી, વીજલાઈનો પરથી વેલો ઉતારવા વગેરે કામો ઘણા સમયથી જીલ્લામાં પડતર છે. આ બાબતે વાંરવાર રજુઆત કરવા બદલ જણાવમા આવે છે કે કર્મચારીઓ નથી, ઓનલાઈન ટેંડરીંગ નથી વગેરે બહાનાઓ બતાવે છે. ગોધરા તાલુકામાં કાંકણપુર સબ ડીવીઝન ખાતે ખેતીવાડી કનેકેશન, ઘર કનેકશન, જ્યોતિગ્રામ યોજના, ઔધોગિક કનેકશનો ખુબ મોટા પ્રમાણમાં છે. જેના કારણે વાંરવાર વીજ ફોલ્ટ, લો વોલ્ટ સહીતની સમસ્યાઓ રહે છે. આ સબ ડીવીઝનમાં પણ સ્ટાફ પણ અપુરતો છે. જેથી અંબાલી, ભામૈયા પશ્ચિમ નદીસર ત્રણેય જગ્યા પર ૬૬ કેવી સબ સ્ટેશન મંજુર કરેલ છે. તેની સર્વેની કામગીરી ચાલી રહેલ છે. જો તે કામગીરી ઝડપથી કરવામા આવે તો વીજ ગ્રાહકોને કાયમી મુશ્કેલીઓ દુર થઈ શકે તેમ છે. આ મામલે મિટીંગ બોલાવીને અને જરુરી અહેવાલ મંગાવીને અધિકારીઓને સુચના આપીને ચોમાસા પહેલા પ્રિમોન્સુનની કામગીરી પુર્ણ કરવા સબ સ્ટેશનની સમીક્ષા કરવા માટેની રજુઆત છે.
પંચમહાલ રાજુ સોલંકી