એક દિવસના વિરામ બાદ રાજ્યમાં આજે ફરી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે. આ મહિનામાં આ 16મી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલમાં પ્રતિ લીટરે 28 પૈસા અને ડીઝલની કિંમતમાં એકંદરે 28 પૈસાનો વધારો થયો છે. સૌથી ચિંતાજનક વાત તો એ છે કે રાજ્યમાં પેટ્રોલ કરતા ડિઝલની કિંમત વધુ જોવા મળી રહી છે.
આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પ્રતિ લીટરે પેટ્રોલની કિંમત 91.29 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડીઝલની કિંમત પ્રતિ લીટરે 91.74 રૂપિયા પહોંચી ગઈ છે.ગાંધીનગરમાં પેટ્રોલ પ્રતિ લીટરે 91.48 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 91.94 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે.આ તરફ રાજકોટમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટરે 91.06 રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લીટરે 91.54 રૂપિયા પર પહોચી ગઈ છે.વડોદરામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટરે 90.96 રૂપિયા અને ડિઝલમાં પ્રતિ લીટરે 91.41 રૂપિયા પર પહોંચી ગયો છે.જામનગર શહેરમાં પેટ્રોલ પ્રતિ લીટરે 91.21 રૂપિયામાં વેંચાઈ રહ્યું છે.જો ડીઝલ 91.67 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. મે મહિનામાં બાર વખત કરાયેલા ભાવ વધારાને લીધે એક લીટર પેટ્રોલના ભાવમાં બે રૂપિયાને 81 પૈસાનો, જ્યારે ડિઝલમાં ત્રણ રૂપિયાને 34 પૈસાનો વધારો થયો છે. રાજ્યોમાં પેટ્રોલ ડિઝલ પરના વેટના દર અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ અલગ અલગ છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. મુંબઈનો પેટ્રોલનો ભાવ 100 રૂપિયા ચાર પૈસા છે.
જૂનાગઢ શહેરમાં પેટ્રોલ પ્રતિ લીટરે 91.89 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 92.36 રૂપિયા પ્રતિ લીટરે છે. સુરતમાં પેટ્રોલની પ્રતિ લીટરે કિંમત 91.30 રૂપિયા જ્યારે ડીઝલ પ્રતિ લીટરના 91.78 રૂપિયા પર પહોંચી ગઈ છે.મુંબઈમાં પેટ્રોલ ડીઝળની કિંમત ક્રમશઃ 100.47 રૂપિયા પ્રતિ લિટર અને 92.45 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલની કિંમત 94.25 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 87.74 રૂપિયા પ્રતિ લિટર છે.
એક જ મહિનામાં 16 મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા : કોરોનાની મહામારી વચ્ચે પડતા પર પાટુ.
Advertisement