Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાગબારા તાલુકાના માથા મોવલી ગામે બોલેરો પીકઅપ ગાડી પલ્ટી ખાઈ જતા બે મહિલાઓના ઘટના સ્થળેજ કરુણ મોત અન્ય 16 ને ઇજા.

Share

સાગબારા તાલુકાના માથા મોવલી ગામે મહીંદ્રા બોલેરો પીકઅપ ગાડીને અકસ્માત નડતા એમાં બે મહિલાઓના ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યા હતા જયારે એમાં બેસેલ અન્ય 16 જણાને ઇજા થવા પામી હતી.

બનાવની વિગત અનુસાર સાગબારા તાલુકાના સીમ આમલી ગામના આદિવાસી સમાજના લોકોનોમહારાષ્ટ્રના ગામમાં ફૂલહાર
કરવા ગયા હતા.ત્યારે ફૂલહાર કરી પરત ફરતી વેળા એમની પિકઅપ ગાડીને ગમખવાર અકસ્માત નડ્યો હતો.દેવમોગરાથી અમીયાર વચ્ચે પિકઅપ ગાડીને પલટી ખાઈ જતા તેમાં બેસેલ 2 મહિલાનાં ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યાં હતાં. જ્યારે 16 લોકોને ગંભીર ઇજા પહોંચતાં નજીકની હોસ્પિટલમાં
સારવાર અર્થે ખસેડાયા હતા.આ અંગે સાગબારા પોલીસ મથકે
ફરીયાદી વસંતભાઈ વાંગરીયાભાઈ વસાવા રહે.સીમ આમલી (નવી વસાહત) તા.સાગબારાએ આરોપીઓ વસંતભાઈ સામજીભાઈ વસાવા રહે. સીમઆમલી (નવી વસાહત) તા.સાગબારા સામે ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

ફરિયાદની વિગત અનુસાર આરોપીએ સાગબારા તાલુકાના માથા મોવલી ઉતરતી ઢોળમાં રોડ ઉપર પોતાના કબ્બામાંની મહીંદ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર I 26 T8465 ની પુર ઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી હંકારતા હતા ત્યારે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ગાડીમાં સવાર સોળ (૧૬) સ્ત્રી પુરૂષોને શરીરે ઓછી વત્તી ઈજાઓ થઈ હતી જેમાં બે મહિલાઓના મોત નીપજતા કરુણાતિકા સર્જાઈ હતી. જેમાં (૧) સાયનાબેન ભામટાભાઈ બોંડાભાઈ વસાવા (ઉ.વ.આ.૧૮) તથા (૨) મનિષાબેન કાગડીયાભાઈ ગુજરીયાભાઈ વસાવા (ઉ.વ.આ.૨૧, બન્ને રહે.સીમઆમલી
(નવવસાહત)તા.સાગબારા,જી.નર્મદા,) ને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થતા બન્નેના કરુણ મોત નીપજ્યા હતા. આ અંગે સાગબારા પોલીસ મથકે અકસ્માત મોત ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઝઘડીયાના ખાખરીપુરા શાળાના આચાર્યનું હરદ્વાર ખાતે ગુરુ ચાણકય એવોર્ડથી સન્માન કરાયું.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં તા. ૧૮ એ પલ્સ પોલીયો નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે રાઉન્ડ યોજાશે.

ProudOfGujarat

ઝઘડિયાનાં બલેશ્વર ગામની યુવતીની ગુજરાત મહિલા ક્રિકેટની સિનિયર ટીમમાં પસંદગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!