આજરોજ ભારતીય બનાવટન વિદેશી દારૂના ગણનાપત્ર જથ્થાને અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે ઝડપી પાડયો હતો. અંકલેશ્વર પોલીસ સ્ટેશન સ્ટાફને અંકલેશ્વર જી.આઈ.ડી.સી. માં દારૂ વેચાણ થતું હોય તેની બાતમી મળી હતી. જેને અનુરૂપ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા.
મળેલ બાતમીને આધારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. માં આવેલ કમલેશભાઈ વિઠ્ઠલદાસ પટેલ નામનો માણસ ભારતીય બનાવટનો વિદેશી દારૂનું વેચાણ કરતો હતો તે સમયે પોલીસ સ્ટાફ દ્વારા રેઇડ કરતા નિયતિ એન્જીન્યરિંગ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ખાતેથી ભારતીય બનાવટી વિદેશી દારૂની 750 મીલીની 64 નંગ બોટલો જેની કિંમત 32,000/- મળીને કુલ 57,000/- નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબ્જે કરવામા આવ્યો હતો અને કમલેશભાઈ પટેલની ધરપકડ કરીને અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Advertisement