અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને સામાન્ય બીમારી હતી. તેઓ ચાંદખેડા વિસ્તારમાં આવેલી શ્રીજી હાર્ટ હોસ્પિટલમાં દાખલ થયા હતા. આ વ્યક્તિએ પોતાના પિતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી અને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટના 6 વર્ષ અગાઉની છે જેમાં આ અંગે આ વ્યક્તિએ શ્રીજી હોસ્પિટલ ઉપર કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટે 6 વર્ષ બાદ ચુકાદો આપ્યો છે. આ હોસ્પિટલમાં ડૉક્ટરની ભૂલને કારણે આ વ્યક્તિની બે કિડની ફેલ થઈ ગઈ હતી. એટલું જ નહીં આ કિડની ફેલ થયા છતાં તેને જાણ પણ ન કરાઇ આખરે કોર્ટે હોસ્પિટલને ફરિયાદીને 8 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
આ મામલે તેઓના એડવોકેટ આનંદ પરીખ એ જણાવ્યું કે અમે અરજદાર તરફથી 15 લાખના વળતરની માંગણી કરી હતી. કોર્ટના આદેશ મુજબ 8 લાખ જેટલી રકમ મળી છે. જોકે અરજદારને આ વળતરની રકમ પૂરતી ન લાગતા તેઓ ફરી કોર્ટમાં વધુ વળતર માટે અપીલ કરવાના છીએ. સાથે હોસ્પિટલમાંની બેદરકારી અંગે પણ જો અરજદાર ઈચ્છે તો આ હોસ્પિટલ સામે અન્ય કોર્ટમાં ફરિયાદ કરી શકે છે. આવા કેસમાં આવી ગંભીર બેદરકારી હોસ્પિટલ સામે આવી છે તો તેના પર કન્ઝ્યુમર કોર્ટ સિવાય અન્ય કોર્ટે કાર્યવાહી માટે આદેશ આપી શકે છે.