Proud of Gujarat
GujaratFeaturedINDIA

રૂપાણી સરકારે પાણી પરનો ચાર્જ વધારી પ્રજાને પડતા પર પાટુ માર્યું : પાણીનાં ઔદ્યોગિક વપરાશ માટે 34.51 રૂપિયાનો દર નિયત કરાયો.

Share

ગુજરાતમાં જ્યાં નર્મદાની મુખ્ય કેનાલ અને સબ-કેનાલો આવેલી છે ત્યાંથી લોકોને પાણી વિતરણ કરવામાં આવે છે. આ જવાબદારી પાણી પુરવઠા વિભાગ અને એને સંલગ્ન એજન્સીઓએ ઉપાડેલી છે. ખુદ નર્મદા વિભાગ પાણીનું વિતરણ કરતો નથી.

કોરોના મહામારીના કહેરમાં લોકોના કામ-ધંધા અને આવક પર માઠી અસર પડી છે, ત્યારે ગુજરાતની રૂપાણી સરકાર દ્વારા માર્ચ 2022 સુધી સામાન્ય જનતા માટે પીવા માટેનું પાણી પ્રતિ 1000 લિટરે 4.18 રૂપિયા અને ઔદ્યોગિક વપરાશ માટે 34.51 રૂપિયાનો દર નિયત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં નર્મદા કેનાલના પાણીનો વપરાશ કરતા ગ્રાહકોને વધારે દામ ચૂકવવા પડી શકે છે. નર્મદાનું પાણી પીવા માટે અને ઉદ્યોગો માટે આપવામાં આવતું હોય છે. માર્ચ 2021 પછી પાણીના દરમાં 10 ટકાનો વધારો થયો છે, જે માર્ચ 2022 સુધી યથાવત રહેશે. રાજ્યમાં હાલ પીવાના પાણી માટે પ્રતિ 1000 લિટરે 4.18 રૂપિયા, જ્યારે ઔદ્યોગિક વપરાશના પાણીના 34.51 રૂપિયા ચૂકવવાના થાય છે, જે ગયા વર્ષે 1000 લિટરના અનુક્રમે 3.80 રૂપિયા અને 31.38 રૂપિયા નિયત કરવામાં આવ્યા હતા. બંને હેતુ માટે પાણીના વપરાશના દરમાં નવા નાણાંકીય વર્ષમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના ફિચવાડા ગામે ચુંટણીની અદાવતે પિયરમાં આવેલ યુવતીને માર માર્યો.

ProudOfGujarat

માંગરોળ અને ઉમરપાડા તાલુકાના ૧૪૭૧ લાભાર્થીઓને વન, આદિજાતિ મંત્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મંજુરીપત્રોનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ડાંગ જિલ્લાના ખેડૂતો સાથે છેતરપીંડી પ્રકરણ માં આરોપી ભાવેશ્રી દાવડા ના જામીન નામંજૂર, જ્યુડીશીયલ કસ્ટડી માં મોકલાય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!