ઇન્ટરેક્ટ મોડેલ યુનાઇટેડ નેશન્સ ભરૂચ, ગુજરાત સ્થિત એક સંસ્થા છે. સ્ત્રીઓમાં જાગૃતતા લાવવામાં માટે સંસ્થા દ્વારા એક પહેલ શરૂ કરવામાં આવી હતી. જેમાં પુરુષો દ્વારા સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તા. 28 મે 2021 ના રોજ માસિક સ્રાવ સ્વચ્છતા દિવસના પ્રસંગે સંસ્થા દ્વારા ભરૂચમાં સેનિટરી પેડ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું . આ પહેલ એ માસિક સ્રાવતા અને આરોગ્યની આસપાસ જાગૃતિ લાવવા અને સામાજિક નિષિદ્ધતા અને કલંકને ડામવા માટેનું એક સાધન છે. માસિક સ્રાવ એ સામાન્ય અને જીવનનો તંદુરસ્ત ભાગ છે અને છતાં ભારતમાં માસિક સ્રાવ દર મહિને તેમના સમયગાળાને સંચાલિત કરવા માટે ભારે સંઘર્ષોમાંથી પસાર થાય છે. નકારાત્મક સામાજિક ધોરણોને બદલવાનો અને બધા માસિક સ્રાવ માટે સકારાત્મક અને સલામત માસિક સ્રાવ બનાવવાનો સમય છે. જેને માટે સ્ત્રીઓ અને પુરુષ બંનેમાં જાગૃતતી લાવવા માટે સંસ્થાનમાં જોડાયેલ સભ્યો દ્વારા સમગ્ર ભરૂચની 4 જગ્યાઓ મકતમપુર, ધોળીકુઇ, કલરવ અને નવજીવન સ્કૂલ પાસે જઈને સમજણ આપીને સમગ્ર જગ્યાએ લગભગ 4000 સેનેટરી પેડ, 100 જેટલી હાઇજિન કીટ અને 500 જેટલાં માસ્કના વિતરણની પહેલ કરવામાં આવી હતી.
ઇન્ટરેક્ટ મોડેલ યુનાઈટેડ નેશન્સ ભરૂચ સ્થિત સંસ્થા દ્વારા મેન્સ્ટ્રલ હાઈજિન ડે નિમિતે સમગ્ર ભરૂચમાં સેનેટરી પેડનું વિતરણ કરાયું.
Advertisement