Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જેસીઆઇ દ્વારા ઓક્સિજન બેંક શરૂ કરવામાં આવી.

Share

ભરૂચ જેસીઆઇ દ્વારા જિલ્લાના કોરોના દર્દીઓ માટે ઓક્સિજન બેંક શરૂ કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ માત્ર ભરૂચ જિલ્લામાંં વસતા લોકો જ આ સેવાનો લાભ લઇ શકશે. વધુમાં જણાવાયા મુજબ જે કોરોના દર્દીનું ઓક્સિજન લેવલ નીચુ હોય અને હોસ્પિટલમાં જગ્યા મળતી ન હોય, જેને ડોકટરે ઘરે રહીને ઓક્સિજનની સારવાર લેવાની સલાહ આપી હોય અથવા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોય પણ ઘેર હજુ ઓક્સિજનની સારવારની જરૂર હોય તેવા દર્દીઓ આ સેવાનો લાભ લઇ શકશે.આ સેવા માટે રોજનો ફક્ત રુ.બસો નિભાવ ખર્ચ લેવ‍ામાં આવશે. ઉપરાંત રિફંડેબલ ડિપોઝીટ પેટે રુ.પાંચ હજાર આપવાના રહેશે. લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ ડોક્ટરનું પ્રિસક્રિપ્સન, રિકમનડેશન લેટર, આધારકાર્ડ તેમજ આર.ટી.પી.સી.આર રિપોર્ટ લાવવાના રહેશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

પંચમહાલ જીલ્લામાં ગરમીના ભીષણ પ્રકોપથી જાહેરમાર્ગો સુમસામ, રાહત મેળવવા જનતાનો જ્યુસ સહીત પાણીદાર ફળોનો આશરો

ProudOfGujarat

વડોદરા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા હરીપુરા ગામમાંથી સાત ફૂટના મગર રેસ્ક્યુ કરાયું.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામે નજીવી બાબતે એક ઈસમને માર મારી ધમકી આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!