મ્યુકરમાયકોસીસ તરીકે ઓળખાતો આ એક જૂનો રોગ નવા રૂપ ધારણ કરીને માનવજાતને દાઝ્યા પર ડામની જેમ કોરોનાના ખતરામાંથી બચી ગયેલા દર્દીઓને અડફેટમાં લે છે. ભરૂચ-અંકલેશ્વરમાં અનેક કેસો નોંધાઈ રહ્યા છે.
૧) મ્યુકરમાયકોસીસ શું છે ?
આ એક પ્રકારની ફુગથી થતો ઘાતક રોગ છે જે આપણી આજુબાજુમાં પર્યાવરણમાં જોવા મળે છે. કોરોનાકાળમાં દર્દીઓને સાઇટોકાઇનસ્ટ્રોમથી બચાવી લેવા માટે સ્ટીરોઈડ્સ અને ટોસીલીઝુબેમ જેવા ઇન્જેકસન આપવાની ફરજ પડે છે. આ દર્દીઓને લીધે શરીરની રોગપ્રતિકારક શક્તિ ધીમી પડે છે જેનો લાભ આ ફૂગ ઝડપી લે છે.
૨) કોરોના થયેલા કયા દર્દીઓને આ થઇ શકે છે ?
જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને થઇ શકે છે પરંતુ ડાયાબિટીસ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ વાળા દર્દીઓને વધુ જોખમ હોય છે.
૩) લક્ષણો:
ડૉ. સૌરભ દસેડા, ફુલ ટાઈમ ફિઝિશ્યન, સરદાર પટેલ હોસ્પિટલના જણાવ્યા મુજબ માથાનો દુખાવો, આંખોની આસપાસ સોજા આવવા, જોવામાં તકલીફ થવી, મોઢાના સોજા, નાકમાંથી ગંદુ પાણી આવવું જેવી કોઈ પણ તકલીફ જણાય તો તાત્કાલિક તાપસ માટે આવવું અને અમારી હોસ્પિટલમાં ઉપલબ્ધ MRI / CT Scan દ્વારા ફુગની અસર ક્યાં અને કયા ભાગમાં કેટલી થઇ છે તેને શોધી કાઢીને ત્યાર બાદ તેમની જરૂરી સારવાર ટીમના માર્ગદર્શન હેઠળ કરીએ છીએ.
૪) સારવાર:
ડૉ. સૌરભ દસેડાના મંતવ્ય પ્રમાણે સારવારમાં સર્જરી અને દવાઓ બંનેને ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. ન્યુરોસર્જન ટીમ ડૉ. કેયુર પ્રજાપતિ અને ડૉ. હરીન મોદીના માર્ગદર્શન હેઠળ નાકમાંથી દૂરબીન મારફતે ફંગસ દૂર કરવાનું ઓપરેશન કરવામાં આવે છે અને જો આંખ, તાળવું પણ હોમાઈ ગયું હોય તો આંખના ડૉક્ટરની પણ સલાહ લેવામાં આવે છે. જો દર્દી અને સગાં સાવચેત ન રહે અને ઓપરેશન માટે ઢીલ કરે તો રોગ મોતનું કારણ પણ બની શકે છે.
આ રોગ ખુબ જ ઘાતક હોવાથી સામાન્ય લક્ષણોની અવગણના ન કરતા જેટલું બને એટલું જલ્દી તેનું નિદાન અમારી ટીમ દ્વારા કરાવી તેમના માર્ગદર્શન હેઠળ જરૂરી સારવાર મળી રહે તેના માટે સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર્સ ની ટીમ હંમેશા તત્પર છે.