Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : નાંદોદ તાલુકાના વસંતપુરા ગામે ટીટોડીએ ચાર ઈંડા મુક્યા : ખેડૂતોમાં સારા વરસાદની આશા સેવાઈ.

Share

એક માન્યતા મુજબ ઉનાળાના દિવસોમાં ટીટોડી નામનું પક્ષી ઈંડા આપે છે, અને તેના ઈંડા પરથી ચોમાસાની ઋતુમાં વરસાદ કેવો અને કેટલો થશે તેની પ્રાથમિક આગાહી કરાતી હોઈ છે. ત્યારે હાલ વસંતપુરા ગામે એક ખેતર મા ટીટોડીએચાર ઈંડા મુક્યા છે.જેમાં બે ઉભા અને બે આડા ઈંડા મુક્યા છે. જેના પરથી ચોમાસાના ચાર મહિના સતત વરસાદ થવાનું કહેવાય રહ્યું છે.

આ વર્ષે પણ વરસાદ સારો રહેશે તેવી આગાહી કરવામાં આવી છે એક માન્યતા મજુબ ટીટોડી પક્ષી જેટલી ઉંચાઇ પર ઇંડા મુકે તેટલો વધુ વરસાદ પડે જયારે હવામાન વિભાગએ આગામી ચોમાસુ નબળુ જશે અને સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ થશે તેથી આગાહી કરી છે ત્યારે ખેડૂતોના ખેતરમાં ટીટોડીએ ઇંડા મુકતા સારા વરસાદની આશા સેવાઈ રહી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ

ProudOfGujarat

ટોક્યો ઓલિમ્પિક: ભારતીય હોકી ટીમે જર્મનીને હરાવીને રચ્યો ઈતિહાસ: 41 વર્ષ બાદ જીત્યો મેડલ

ProudOfGujarat

માંગરોલ તાલુકામાં બારડોલી ડિવિઝન અને સુરત સર્કલની વિજિલન્સ ટીમો દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!