કોરોના અંગે થયેલી સુઓમોટોની અરજીનો મામલામાં ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. ત્યારે સુનાવણીમાં રાજકીય મેળાવડા અંગે ચર્ચા ચાલી થઈ હતી. હાઇકોર્ટમાં સીનિયર વકીલ પર્સી કવિનાએ રજૂઆત કરી કે, રાજ્ય સરકાર દ્વારા બીજા તબક્કામાં જે નિયંત્રણો લાદવામાં આવ્યા છે તે ખોટા છે. રાજકીય મેળાવડામાં લોકો ભેગા થાય છે પરંતુ રિવરફ્રન્ટ પર 2 વ્યક્તિ પણ ઉભા ન રહી શકે. હાઇકોર્ટ સરકારને વેક્સિનેશન અંગે ટકોર કરતા જણાવ્યું હતું કે, સ્પોટ રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરવામાં આવે. જેથી રજીસ્ટ્રેશન ન ફાવતું હોય અથવા મોબાઈલ ન હોય તેવા લોકો પણ વેક્સિન લઈ શકે. સાથે જ વેક્સિનનો બગાડ થતો અટકવો જોઈએ અને પહેલો ડોઝ લેનારા લોકોને બીજો ડોઝ મળે તેના પર ધ્યાન આપવું જોઈએ.
પર્સી કવિનાએ વધુમાં કહ્યું હતું કે, હાલ રાજ્ય સરકારે કેટલાક નિયંત્રણો લાદ્યા છે એનું પાલન સામાન્ય માણસ જોડે જ કરાવે છે. 2 દિવસ પહેલા જ એક ઉદ્ધાટન કર્યું હતું જેમાં રાજકીય નેતા અને લોકોનું ટોળું હતું. એમને નિયમો લાગુ નથી પડતું. આવી બેદરકારી ભારે પડશે. જેમાં હાઇકોર્ટે કહ્યું કે, તમે આ બાબતે અલગથી એફિડેવિટ ફાઇલ કરો અને તેની કાર્યવાહી થશે. આપણે નાના નહીં પરંતુ મોટા મેળવાળા રોકવાના છે જેથી સંક્રમણ ન ફેલાય.4 મેં થી અત્યાર સુધી વેક્સિનના કેટલા ડોઝ આવ્યા છે ? 1 મહિનાથી પરિસ્થિતિ એવી છે લોકોને વેકસીન ઝડપથી મળે તે માટેની કોઈ વ્યવસ્થા નથી. રાજ્ય સરકાર જોડે વેક્સિનેશન માટેનો કોઈ પ્લાન નથી. રાજ્ય સરકારએ વેક્સિનેશન અંગેની તમામ માહિતી આપવી જોઈએ. જેમાં નવા વેક્સિનના ડોઝ ક્યારે આવશે તે લોકો ને કહેવું જોઈએ. પર્સી કવિનાએ વધુમાં કહ્યું હતું કે, કેટલાક વિસ્તારોમાં મેડિકલ સ્ટાફ નથી. જેમાં MD, ફિઝિશિયન કે કોઈ સ્પેશિયલ ડોક્ટર નથી. ડોક્ટર વિચારે છે કે, 2 મહિના માટે કોણ જાય ગામડામાં ? અરે 2 મહિનામાં કેટલાક લોકોના જીવ જતા રહે આ ગંભીર બાબત છે. જેના જવાબમાં હાઇકોર્ટે પણ કહ્યું, હા ડોક્ટર ગામડામાં જવા માટે તૈયાર નથી. એ બાબત અમે ધ્યાનમાં લીધી છે.
હાઇકોર્ટમાં એડવોકેટ એસોસિયેશન વતી પર્શિ કેવિનાએ રજૂઆત કરી કે, અમદાવાદમાં હોસ્પિટલ મામલે રિયલ ટાઈમ માહિતી અપાતી નથી. કોરોના ગાઈડલાઈન સાથે કેટલાક બિનજરૂરી નિયંત્રણો સરકારે લાદ્યા છે. રિવરફ્રન્ટના પુલ નજીક ઉભા ન રહેવું, કારમાં એકલા બેસેલા વ્યક્તિએ માસ્ક પહેરવું. તો બીજી તરફ, કેન્દ્ર સરકારે સ્પોટ વેક્સીનેશનની મંજૂરી આપી છતાં રાજ્ય સરકાર ઓનલાઇન રજિસ્ટ્રેશનનો આગ્રહ રાખે છે. રાજ્યની તમામ કોર્ટને પણ કાર્યરત કરવી જરૂરી છે. કોરોનામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા નથી અપાતી. મોતની સંખ્યા અપાય પણ સરકારે જિલ્લા પ્રમાણે પોઝિટિવની સંખ્યા જાહેર કરવી જોઈએ. ત્યારે આ મુદ્દે હાઈકોર્ટે કહ્યું કે, તમારી એફિડેવિટ વિવરાણત્મક રીતે રજૂ કરો અમે તમને સમય આપીએ છીએ.
રાજ્ય સરકારે હાલ રાજ્યમાં કેટલા જિલ્લામાં કેટલા સબ સેન્ટર કાર્યરત છે અને આ સેન્ટર્સમાં કયા વિભાગના સ્ટાફ હાલ એક્ટિવ છે તેની પણ માહિતી આપી હતી. વધુમાં સોંગદનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે હાલ રાજ્યમાં જુદા જુદા જિલ્લામાં થઇ 31 માર્ચ 2020 સુધીમાં 9 હજાર 163 જેટલા સબ સેન્ટર કાર્યરત છે. આ સબ સેન્ટરમાં એક સહાયક નર્સ(એએનએમ)/ સ્ત્રી આરોગ્ય કામદાર અને એક પુરુષ આરોગ્ય કાર્યકર કાર્યરત છે. સાથે જ હાઈકોર્ટે એમ પણ સવાલો કર્યા કે, દર વખતે શા માટે વેક્સીનેશનના સમય બદલવામાં આવે છે. ત્યારે સરકાર વતી એડવોકેટ જનરલે જવાબ આપ્યો કે, સમગ્ર વિશ્વમાં સમય બદલાયો છે, ગુજરાત માત્રમાં બદલાવ કર્યો તેવું નથી. ત્યારે હાઈકોર્ટે પૂછ્યું કે, શું આ બદલાવ પાછળ કોઈ તથ્યાત્મક કારણ ખરું.