રાજ્યમાં કોરોના જેવી ઘાતકરૂપ મહામારીએ કહેર વર્તાવ્યા બાદ મ્યુકરમાઈકોસીસનો ખતરો વધ્યો છે. રાજ્યમાં મંગળવાર સુધી મ્યુકરમાઈકોસીસના 82 જેટલાં નવા કેસો સાથે 5 દર્દીઓના મોત થયા છે. જોકે હાલ ઓછા કેસો હોવા છતાં મયુકરના ઇન્જેકશનોની અછત વર્તાઇ રહી છે. ત્યારે વધી રહેલા કેસોને પગલે આગામી સમયમાં ઇન્જેકશનો માટે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.
રિપોર્ટ અનુસાર રાજ્યના સુરતમાં મંગળવારે વધુ નવા કેસ સાથે 3 દર્દીના મોત મ્યુકરમાઈકોસીસથી થયા છે. આમ સુરતમાં મ્યુકરમાઈકોસીસના કુલ કેસની સંખ્યા 427 અને મોતની કુલ સંખ્યા 21 થઈ છે. જયારે અત્યરસુધીમાં 7 દર્દીઓની આંખ કાઢી લેવી પડી હતી. વડોદરામાં મ્યુકરમાઈકોસીસના વધુ 19 નવા કેસ સાથે 2 દર્દીના મોત નીપજ્યા હતા. જયારે વલસાડમાં મ્યુકરમાઈકોસીસના ચાર નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 22 થઈ છે.
Advertisement