ભરૂચ જીલ્લાની પ્રોહી – જુગારની અસામાજીક પ્રવૃત્તી ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.
મળતી સુચના આધારે આમોદ પોલીસ સ્ટેશન નાઓની બાતમી આધારે નવા વાડીયા ગામની સીમમાં ચોવીસુ વગામાં ઢાઢર નદીના કિનારે ખુલ્લા ખેતરમાં લીમડાના ઝાડ નીચે જુગાર અંગેની રેઇડ કરતા આરોપીઓ કુલ – ૦૩ તથા જુગારના રોકડા રૂપિયા ૧૮૮૫૦/- તેમજ મોબાઇલ નંગ- ૦૪ કિં.રૂ ૬૦૦૦/- તથા મો.સા નંગ – ૦૩ કિં.રૂ ૭૫,૦૦૦/- તેમજ જુગારના સાધનો મળી કુલ કિં.રૂ. ૯૯,૮૫૦/- રૂપિયા સાથે પકડાઇ જતા તમામ આરોપીઓ (૧) રમીઝ ઐયુબ અન્નુખા પઠાણ રહે- પાલેજ, તળાવની પાળ પાસે, નવીનગરી, તા.જી-ભરૂચ (૨) આરીફ છત્રસંગ રૂપસંગ ચૌહાણ રહે આમોદ, પુરસા રોડ નવી નગરી, તા આમોદ તથા (૩) મનુભાઈ અંબાલાલ ઠક્કર રહે- આમોદ, બગાસીયા ચોરા, તા આમોદ, જી.ભરૂચ અને નાસી જનાર ઇસમો (૧) ઈકબાલ મહમદ રાજ રહે- પાલેજ, આઝાદ નગરી, તા-જી ભરૂચ તથા (૨) રહીમ અમીર મલેક રહે પાલેજ, આઝાદ નગરી તા.જી.ભરૂચ વિરુદ્ધ જુગાર ધારા કલમ – ૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.