Proud of Gujarat
FeaturedGujaratINDIA

GMERS દ્રારા રાજપીપલામાં જીતનગર ખાતે નવી મેડીકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલ માટે મંજુરી અપાઇ..

Share

રાજપીપલા માટે સારા સમાચાર છે.રાજપીપલાને (જીતનગર )ને મેડીકલ કોલેજની મળી નવી ભેટ મળી છે ભારત સરકારની કેન્દ્રીય પુરસ્કૃત યોજના અંતર્ગત ગુજરાતમાં આગામી શૈક્ષણિક સત્રથી શરૂ થનારી પાંચ નવી મેડીકલ કોલેજમાં નર્મદા જિલ્લાની નવી મેડીકલ કોલેજનો પણ તેમાં સમાવેશ કરાયેલ છે. GMERS દ્રારા રાજપીપલામાં જીતનગર ખાતે નવી મેડીકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલ માટે મંજુરી અપાઇ છે. રાજપીપલાની નવી મેડીકલ કોલેજનું બાંધકામ આગામી વર્ષોમાં આકાર પામશે.

હાલમાં, રાજપીપલા ખાતે મંજુર કરાયેલી નવી મેડીકલ કોલેજના પ્રથમ વર્ષના MBBS ના અભ્યાસક્રમ માટે રાજપીપલા ખાતેની આયુર્વેદિક મેડીકલ કોલેજના બિલ્ડીંગમાં આગામી શૈક્ષણિક સત્રથી કાર્યરત થનાર હોઇ, આ બિલ્ડીંગમાં પ્રથમ વર્ષના અભ્યાસક્રમ માટેના જુદા-જુદા વિભાગો માટે જરૂરી અને પૂરતી સુવિધાઓની ઉપલબ્ધિ માટે P.I.U. ને સૂચન કરી તે મુજબની સુવિધાઓ ઉભી થાય તેના અભ્યાસ-નિરીક્ષણ માટે આજે વડોદરાથી રાજપીપલાની મેડીકલ કોલેજના નોડલ ઓફિસર અને ડીન ડૉ. આશિષ ગોખલે, વડોદરાની મેડીકલ કોલેજના ડીન ડૉ. તનુજા જાવડેકર, એનેટોમી વિભાગના વડા અને પ્રોફેસર ડૉ. વસંત વાણીયા, ફિઝીયોલોજી વિભાગના વડા અને પ્રોફેસર ડૉ. વર્ષા જોષી અને બાયોકેમેસ્ટ્રી વિભાગના વડા અને પ્રોફેસર ડૉ.શિલ્પા જૈન, P.I.U. ના નાયબ કાર્યપાલક ઇજનેર દવે અને પરેશ પરમાર વગેરેએ આજે રાજપીપલા આયુર્વેદિક કોલેજની સંયુકત મુલાકાત લઇ ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી P.I.U. ને જરૂરી સૂચનો કર્યા હતા. આ મુલાકાતમાં રાજપીપલાના સિવિલ સર્જન અને CDMO ડૉ. જયોતિબેન ગુપ્તા અને આયુર્વેદિક કોલેજના RMO ડૉ. પિયુષ શાહ પણ સાથે જોડાયા હતા. અને ઉક્ત ટીમને જરૂરી જાણકારી પૂરી પાડી હતી.
ઉક્ત મુલાકાત બાદ ટૂકડીના તબિબિ સભ્યોએરાજપીપલા કલેક્ટર કચેરી ખાતે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ. શાહની પણ રૂબરૂ મુલાકાત લઇ ઉક્ત બાબતે કરેલી જરૂરી ચર્ચા- વિચારણા અને વિચાર-વિમર્શમાં જિલ્લા કલેક્ટરશ્રી શાહે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત કેન્દ્રીય નીતિ આયોગ દ્વારા આરોગ્ય શિક્ષણ સહિતના અન્ય ક્ષેત્રે નિયત કરાયેલા પેરામીટર્સ મુજબ આ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા વિશેષ પ્રાધાન્ય અપાઇ રહ્યું છે. ત્યારે આગામી શૈક્ષણિક સત્રથી આયુર્વેદિક કોલેજમાં MBBS ના પ્રથમ વર્ષના અભ્યાસક્રમની સાથોસાથ બીજા વર્ષના અભ્યાસક્રમ માટેની જરૂરી અન્ય લેબોરેટરીઓ અને આનુસંગિક અન્ય સુવિધાઓની મંજૂરી માટેની દરખાસ્તનો પણ અત્યારથી જ તેમાં સમાવેશ કરવાના સૂચન સાથે આ દિશામાં સત્વરે જરૂરી કાર્યવાહી કરવા તેમણે સૂચના આપી હતી.
રાજપીપલાની મેડીકલ કોલેજના નોડલ ઓફિસર અને ડીન ડૉ. આશિષ ગોખલેએ વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, ભારત સરકારની કેન્દ્રીય પુરસ્કૃત યોજના અંતર્ગત ગુજરાતમાં આગામી શૈક્ષણિક સત્રથી પાંચ નવી મેડીકલ કોલેજ શરૂ થનાર છે. વડોદરા મેડીકલ કોલેજના ડીન ડૉ. તનુજા જાવડેકર અને કોલેજના જુદા-જુદા વિભાગના વડાઓ, વડોદરા અને નર્મદાની P.I.U. ટીમ તથા અહીંના CDMO અને સિવિલ સર્જન ડૉ. જયોતિબેન ગુપ્તા સાથે મળીને અત્રેની મેડીકલ કોલેજની જીતનગર ખાતે ફાળવેલ જગ્યાએ જયાં સુધી કોલેજ-હોસ્પિટલનું નવું બાંધકામ ઉભુ નહી થાય ત્યાં સુધી શરૂઆતના એક-દોઢ વર્ષ માટે રાજપીપલાની આયુર્વેદિક કોલેજના બિલ્ડીંગમાં હાલ પૂરતા MBBS ના શરૂઆતના પ્રથમ વર્ષના શૈક્ષણિક સત્ર માટે સૈધ્ધાંતિક મંજૂરી મળેલ હોઇ, આ સંસ્થાની આજે મુલાકાત લઇને પ્રથમ વર્ષની માળખાકીય સુવિધા તેમજ જુદા-જુદા વિભાગોને લગતી બાબતો મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા-MCI મુજબ જરૂરી સર્વે કરેલ છે. અને દરેક વિભાગીય વડાઓ દ્રારા કરાયેલા સૂચન અને MCI ની જરૂરીયાત મુજબ ફિજીયોલોજી અને બાયોકેમેસ્ટ્રી માટે જે માળખાકીય સુવિધા છે તેમાં લેબોરેટરી, લેકચર હોલ અને ડેમોન્સ્ટ્રેશન હોલ, મ્યુઝિયમ વગેરે વિભાગને લગતી MCI ની જરૂરીયાત મુજબનું સર્વે કરવામાં આવ્યું છે. અને MCI ની જરૂરીયાત મુજબ કયા પ્રકારની આનુસંગિક સુવિધાઓની જરૂરીયાત છે તે બાબતો અંગે વિભાગીય વડા – નિષ્ણાંતો સાથે પરામર્શ કરીને તેમાં નકકી કરાયા મુજબ જરૂરી સુધારા-વધારા મુજબની સુવિધાઓની ઉપલબ્ધિ માટે P.I.U. ને સૂચન કરવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

આમોદ કાકુજીની વાડી ખાતે વિપક્ષી નેતાનો કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ટાઈગર એકતા ગૃપ દ્વારા જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરતાં આનંદની લાગણી ફેલાય.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : કોરોના મહામારી વચ્ચે લીંબડી કોંગ્રેસનાં ધરણાં સેવા સદન ખાતે કરવામાં આવ્યા હતાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!