Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જીલ્લાનાં ગામડાઓમાં કોરોના સંક્ર્મણ વધતા 20 જેટલી આરોગ્ય વિભાગની ટીમો કાર્યરત કરાઇ.

Share

નર્મદા જિલ્લામાં શહેર કરતા ગામડાઓમાં કોરોના સંક્ર્મણ વધુ પ્રમાણે છે અને જેને કારણે તંત્ર દ્વારા પણ ગામડાઓમાં 20 જેટલી આરોગ્ય વિભાગની ટીમો ઉતારી દીધી છે અને ઘરે-ઘરે જે 45 વર્ષથી ઉપરના લોકો  છે જેને વેક્સિન ન લીધી હોઈ એમને સમજાવી રહ્યા છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે કોવિડ-19 વેક્સીનની રસી જ એક અમોધ શસ્ત્ર છે.આરોગ્યતંત્ર દ્વારા જિલ્લાના લાછરસ, વજેરીયા, જેતપુર, સોલીયા, સેજપુર અને કોલવાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે 45 થી વધુની વયના તમામ લોકોને કો-વેક્સીનની રસી આપવાની કામગીરીમાં આજે 600 જેટલાં લોકોએ કોરોના વેક્સીનેશનો લાભ લેવડાવ્યો હતો.

આ અંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામિતે જણાવ્યું હતું કે, હાલમાં 45 થી વધુની વયના તમામ લોકોને જિલ્લાના જુદા જુદા 7 જેટલાં કેન્દ્રો ખાતે કોવિડ-19 ની કો-વેક્સીનની રસી આપવામાં આવી  રહી છે વેક્સીન થકી જ મૃત્યુનું પ્રમાણ પણ ઘટાડી શક્યા છીએ. કોરનાથી સંક્રમિત થયા હોઇ તો પણ ઝડપથી સાજા થઇ શકીએ છીએ તેથી ગભરાયા વગર વેક્સીન લેવી ખૂબજ હિતાવહ છે. વેક્સીનથી સુરક્ષિત રહી શકીએ છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

નગરપાલીકાના ચીફ સેનેટરી ઇન્સપેક્ટરનુ અવસાન……….

ProudOfGujarat

ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો, ટાઇગર એકતા ગ્રુપના પ્રમુખ શંકર પટેલ સહિત 100 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

ProudOfGujarat

વડોદરા : સખી મતદાન મથકો અને આદર્શ મતદાન મથકો બન્યા આકર્ષણનું કેન્દ્ર !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!