Proud of Gujarat
FashionFeaturedGujarat

ભરૂચ જિલ્લામાં ખેલો ઈન્ડિયા સેન્ટર શરૂ કરવા રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે અરજીઓ આમંત્રિત કરાઈ.

Share

ભારત સરકારના રમતગમત મંત્રાલય દ્વારા ખેલો ઈન્ડિયા યોજના હેઠળ ભારતભરમાં ૧૦૦૦ ખેલો ઈન્ડિયા સેન્ટર જિલ્લા કક્ષાએ શરૂ કરવા માટે યોજના અમલમાં આવેલ છે. આ ખેલો ઈન્ડિયા સેન્ટરમાં તાલીમ માટે ઓલમ્પિક-૨૦૨૪ ને ધ્યાને લઈ (આર્ચરી, એથ્લેટિક્સ, બેડમિન્ટન બોક્સિંગ, સાયકલિંગ ફેન્સિંગ, હોકી, જુડો, રોવિંગ, શુટિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિશ, વેઇટ લિફ્ટિંગ, કુસ્તી) જેવી ૧૪ રમતોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ખેલો ઈન્ડિયા સેન્ટરમાં વધુમાં વધુ ત્રણ રમતો તથા રમત દીઠ ઓછામાં ઓછા ૩૦ તાલીમાર્થીઓ હોય તેવી સંસ્થા અથવા ભુતપૂર્વ ખેલાડીઓ આ સેન્ટર શરૂ કરવા માટેનો લાભ મેળવી શકશે. આ ખેલો ઈન્ડિયા સેન્ટર માટે પ્રત્યેક રમત દીઠ એક વખત મળવાપાત્ર શરૂઆતી સહાય રૂ.૫.૦૦ લાખ આપવામાં આવશે. ત્યારબાદ જરૂરી સ્ટાફનું માનદ વેતન, નવા રમતના સાધનો ખરીદી કરવા, સ્પોર્ટ્સ કીટ, સ્પર્ધામાં ભાગ લેવા માટે થનાર ખર્ચ માટે પ્રત્યેક રમત દીઠ વાર્ષિક મળવાપાત્ર સહાય રૂ.૫.૦૦ લાખ રહશે.

ભારત સરકારની ગાઈડલાઇન અનુસાર અત્રેના જિલ્લામાં ખેલો ઈન્ડિયા સેન્ટર શરૂ કરવા અંગે દરેક ભૂતપુર્વ વિજેતા ખેલાડી કે જેઓ હાલ રમતનું પ્રશિક્ષણ આપતા હોય કે જેઓની જરૂરી લાયકાત વ્યક્તિગત કે ટીમ ઇવેન્ટમાં નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન અથવા એશોસીએસન હેઠળ (૧) આંતર રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલ હોય (૨) સિનિયર નેશનલ ટુર્નામેન્ટ તથા ખેલો ઈન્ડિયા ગેમ્સમાં મેળવેલ હોય (૩) ઓલ ઈન્ડિયા આંતર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં મેડલ વિજેતા હોય (૪) સિનિયર નેશનલ ટુર્નામેન્ટમાં રાજયનું પ્રતિનિધિત્વ કરેલ હોય અથવા ખેલો ઈન્ડિયા ગેમ્સમાં ભાગ લીધેલ હોય કે જેઓની ઉંમર ૪૦ વર્ષથી નીચે હોય તેવા ખેલાડીઓ તથા પાંચ વર્ષથી વધુ સમયથી રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડતી હોય તેવી સ્પોર્ટ્સ એકેડમી/સંસ્થાઓ/શાળાઓ પોતાની દરખાસ્તો(વધુમાં વધુ ત્રણ રમતો માટે) જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સેવા આશ્રમ રોડ, હોસ્ટેલ ગ્રાઉન્ડ, ભરૂચ ખાતે તા.૨૫/૦૫/૨૦૨૧ સાંજે ૦૫:૦૦ કલાક સુધીમાં અરજી જરૂરી તમામ ડૉક્યુમેન્ટ સાથે રૂબરૂ મોકલી આપવાની રહશે.ઓનલાઈન અરજી ફોર્મ nsrs.kheloindia.gov.in પરથી રજીસ્ટ્રેશન કરી મેળવી શકાશે.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા આજરોજ શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરાઈ.

ProudOfGujarat

નવસારીમાં પિસ્તોલ, 5 જીવતી કારતૂસ સાથે મધ્યપ્રદેશનો યુવક ઝડપાઇ ગયો..

ProudOfGujarat

લીંબડી તલાટી મંડળએ પડતર માંગણીઓને લઇને કાળી પટ્ટી ધારણ કરી આવેદનપત્ર આપ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!