Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : માન.મંત્રી ગણપતસિંહ વસાવાએ માંગરોળ અને ઉમરપાડા તાલુકાની પ્રજા માટે સામુહિક આરોગ્ય હેતુ ઓકિસજનનાં પ્લાન્ટ માટે રૂા.૧.૨૩ કરોડ ફાળવ્યા.

Share

તાજેતરમાં સમગ્ર રાજયમાં તથા દેશમાં કોરોના માહામારીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે માન.મંત્રી ગણપતસિંહ વસાવાના મત વિસ્તાર ૧૫-માંગરોળમાં સમાવિષ્ટ માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં પણ કોરોનાનું સંક્રમણ વધુ જોવા મળતા માંગરોળ અને ઉમરપાડા તાલુકાની પ્રજા તાલુકામાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં સારવાર મેળવે છે. સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓકિસજનની સુવિધા નથી.

આ સુવિધા નજીકમાં મળી રહે તેવી રજુઆતો મહામંત્રી સુરત જિલ્લા સંગઠન દિપકભાઈ વસાવા, પ્રમુખ તાલુકા પંચાયત માંગરોળ ચંદનબેન ગામીત, પ્રમુખતા.પં. ઉમરપાડા શારદાબેન વસાવા, માંગરોળ તાલુકા સંગઠનના પ્રમુખ દિલીપસિંહ ચૌહાણ, મહામંત્રીઓ તથા ઉમરપાડા તાલુકા સંગઠનના પ્રમુખ વાલજીભાઈ વસાવા, મહામંત્રીઓ તથા માંગરોળ અને ઉમરપાડા તાલુકાના જિ.પં.સદયો તથા તા.પં.સદસ્યો તરફથી માન.મંત્રી ગણપતસિંહ વસાવાને રજુઆત કરતા, આ ઓકિસજન પ્લાન્ટની સુવિધા પુરી પાડવા ગણપતસિંહ વસાવા માન.મંત્રી વન, આદિજાતિ વિકાસ, મહિલા અને બાળકલ્યાણ એ તેમની સને-૨૦૨૧-૨૨ ની વર્ષની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સામુહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ તાલુકા માટે રૂા. ૬૧.૫૦ લાખ તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર, ઉમરપાડા તાલુકા માટે રૂા.૬૧.પ૦ લાખ મળી કુલ રૂા.૧.૨૩ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. સામુહિક આરોગ્ય કેન્દ્ર, માંગરોળ તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉમરપાડા ખાતે ઓકિસજન પ્લાન્ટ શરૂ થતા તાલુકાની જનતાને સમયસર નજીકમાં સારવાર મળી રહેશે. આ ગ્રાન્ટ ફાળવતા સ્થાનિક આગેવાનો તથા માંગરોળ અને ઉમરપાડા તાલુકાની પ્રજાજનોએ આ નિર્ણયને આવકાર આપ્યો અને મંત્રી ગણપતસિંહ વસાવા માન.મંત્રીનો આભાર વ્યકત કર્યો.

વિનોદ મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

નેત્રંગ : ધોલી બાદ પીંગોટ ડેમ પણ ઓવરફ્લોની તૈયારીમાં: ૦.૬૦ મીટર દુર

ProudOfGujarat

નડિયાદ : સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં કોન્વોકેશન સેરેમની કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નડિયાદના સિવિલ એન્જિનિયરને ગઠીયાએ ઇન્વેસ્ટમેન્ટના બહાને ૩૦.૪૭ લાખની છેતરપિંડી કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!