સુરત શહેર વિસ્તારમાં પ્રોહી /જુગારની ગેરકાયદેસર રીતે ફેરવણી કરવાની પ્રવૃત્તિને અટકાવવા સુરત પોલીસ હરકતમાં આવેલી હતી. આજરોજ સુરત પોલીસને મળેલ બાતમી મુજબ સંજયકુમાર જયંતીલાલ મોદી નામનો ઈસમ ઈંગ્લીશ દારૂનો બોટલો તથા બિયરની ચોરી છુપીથી વેચાણ કરવાની પ્રવૃત્તિ કરી રહ્યો હતો. હાલ તે તેના સાગરિત ભૂમસીંગ ઉર્ફે લક્ષ્મણનાઓ ક્રીમ કલરના ટેમ્પામાં દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી હેરાફેરી કરી સુરત ખાતે લાવેલ હતા અને થોડી જ વારમાં દારૂ ભરેલ ટેમ્પો લઈને અમરોલી મોટા વરાછા ફાયર સ્ટેશનની પાછળ ભવાનીનગર આવવાના હતા. પોલીસને મળેલ બાતમી દ્વારા સફળ વોચ કરવામાં આવી હતી અને બાતમી દરમિયાન ટેમ્પામાંથી કિંગફિશર સ્ટ્રોંગ પ્રીમિયમ, કિંગફિશર અલ્ટ્રા, હેનીકેન ઓરીજીનલ, બિરા-91 બુમ બડવાઇઝર, બ્રેઝર જેવી અલગ અલગ કંપની બનાવટની 500 મિલીવાળી બિયરની ટીન કુલ 586 નંગ તથા માસ્ટર બ્લેન્ડ અને રોયલ સ્ટેગની કાચની 750 મિલીવાળી કુલ 79 બોટલો એમ કુલ મળીને 665 જેટલી દારૂની બોટલો જેમી કિંમત કુલ 1,24,424/- તથા ઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન કિંમત 500/- તથા ટેમ્પની કિંમત 1,75,000/- હતી એમ મળીને કુલ 2,99,924/- ના મત્તાના મુદ્દામાલ સાથે તેણે ઝડપી પાડવામાં આવ્યો હતો. વોન્ટેડ આરોપીની આગળની કાર્યવાહી અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટ્રેશન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સુરત શહેર પોલીસ શાખાએ મહારાષ્ટ્રથી માતબર વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમને ઝડપી પાડયો.
Advertisement