કોરોનાની બીજી લહેરમાં ઘટાડો થવા લાગ્યો છે તેવામાં જ મ્યુકરમાઇકોસીસ રોગે માથુ ઉંચક્યુ છે. ભરૂચમાં કોરોનાની સારવાર લેનારા સંખ્યાબંધ દર્દીઓમાં મ્યુકરમાઈકોસિસ નામની ગંભીર બીમારીના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. મ્યુકરમાઈકોસિસનો ચેપ ખૂબ ઝડપથી સંકજો ફેલાવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા કેસમાં દર્દીનો જીવ બચાવવા માટે તેની આંખ કાઢવા સુધીની નોબત આવી રહી છે, ત્યારે હાલ ભરૂચ જિલ્લામાં અત્યર સુધી લગભગ 12 જેટલાં કેસો ભરૂચના અલગ અલગ વિસ્તારોમાંથી નોંધવામાં આવી રહ્યા છે.
Advertisement