Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા સ્મશાન ગૃહમાં માછી સમાજ દ્વારા આધુનિક ગેસ સગડીનાં નિર્માણ અર્થે રૂ.1,65,201/- નું માતબર દાન આપવામાં આવ્યું.

Share

રાજપીપલા સ્મશાન ગૃહમા કોરોનાને કારણે 200 થી વધુ લોકોના મોત થયા છે. રાજપીપલા ખાતે આવેલ એક માત્ર સ્મશાન ગૃહ આવેલ છે જેમાં અગ્નિ સંસ્કારની સેવા રાજપીપલા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના યુવાનો આપી રહ્યા છે. ત્યારે નર્મદા જિલ્લામાંથી આ માનવતાના સેવાકાર્ય માટે લોકોની મદદ સહાય દાન મળી રહ્યું છે. જેમાં રાજપીપલા સ્મશાન ગૃહમા આધુનિક ગેસ સગડી માટે રાજપીપલા માછી સમાજ આગળ આવ્યો છે.
જેમાં રાજપીપલા સમસ્ત માછી સમાજ દ્વારા રાજપીપલા સ્મશાન ગૃહમાં ગેસની સગડીના નિર્માણ અર્થે રૂ.1,65,201/- નો ચેક દાનમા આપેલ છે, આ રકમ માછી સમાજના અગ્રણીઓ તથા યુવાનો દ્વારા દિન 5 માં સમાજના દરેક ઘરેઘરે જઈ અને એકત્રિત કરી ફાળો ઉઘરાવતા લોકોએ દિલ ખોલીને દાન કર્યું હતું અને સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના યુવાનોને આ કામગીરીને આગળ વધારવા સુપ્રત કરી અને ખભાથી ખભા મિલાવીને કામગીરીને આગળ વધારવાની શુભકામનાઓ પાઠવી હતી અને આ કામગીરી માટે ભવિષ્યમાં પણ આર્થિક અને શારીરિક મદદરૂપ બનવાની પણ ખાત્રી આપી હતી અને રાજપીપલા અને આજુબાજુના વિસ્તારના તમામ સમાજ અને જનતાને ખુલ્લા હાથે દાન કરવાની અપીલ કરવામાં આવી હતી.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ઝરમર વરસતા વરસાદમાં હું પલળી ગયો પણ તને પામવાનું સપનું કોરુંકટ રહી ગયું…

ProudOfGujarat

ગોધરા : ગોઠડા ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનુ લોકાર્પણ.

ProudOfGujarat

સુરત : કામરેજ તાલુકાનાં સી.આર.સી, કેન્દ્ર શિક્ષકોને પ્રેરક માર્ગદર્શન મિટિંગ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!