Proud of Gujarat
FeaturedGujaratINDIA

પર્યાવરણના દુશ્મનો કોણ, ભરૂચનાં ઝાડેશ્વર નર્મદા નદીનાં કાંઠે મેડિકલ વેસ્ટનાં ઢગલા ઠાલવવામાં આવતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઇ.

Share

કોરોના મહામારી વચ્ચે મેડિકલ વેસ્ટની સામગ્રી જાહેરમાં ઠાલવવામાં આવતી હોવાની અનેકો ઘટનાઓ પ્રકાશમાં આવી છે, જેમાં વધુ એક ઘટના આજે ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નદી કાંઠા પાસેથી સામે આવી હતી, જાહેરમાં કચરાના ઢગ વચ્ચે પીપીઈ કીટ અને ઇન્જેક્શન જેવી મેડિકલ વેસ્ટના ઢગલા કોઈ બેજવાબદાર તત્વો દ્વારા નાંખી જવામાં આવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

જાહેરમાં નાખવામાં આવેલ આ પ્રકારના મેડીકલ વેસ્ટના કારણે દુર્ગંધ પ્રસરતા આસપાસ વસતા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે તેવી સ્થિતીનું સર્જન થયું છે, જાહેરમાં આ પ્રકારે નાંખવામાં આવેલ મેડિકલ વેસ્ટમાં ઢગના કારણે જ્યાં નજીકમાં નર્મદા નદી હોય પર્યાવરણને પણ નુકશાન પહોંચે તેવા કૃત્ય થતા હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા હતા અને આવા તત્વો સામે જી.પી.સી.બી સહિતના વિભાગો લાલઆંખ કરે અને બેજવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ ઉચ્ચારવામા આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ પાલિકા પ્રમુખનું જાતિનું પ્રમાણપત્ર ખોટી રીતે ઇસ્યુ કરવા મામલે આવતીકાલે સુનાવણી : PI ને કોર્ટમાં હાજર રહેવા ફરમાન.

ProudOfGujarat

મો.સાઇકલ ઉપર લઇ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી છોટાઉદેપુર એલ.સી.બી.

ProudOfGujarat

વડોદરાનાં ગણેશપુરામાં 10 થી 12 લોકોને બચકાં ભરનાર કપિરાજ પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!