ગુજરાત રાજયમાં કોરોના મહામારીના કારણે છેલ્લા લાંબા સમયથી મીની લોકડાઉન હતું આજે લાંબા સમયબાદ સરકાર દ્વારા ધંધા રોજગાર પુન: શરૂ કરવાની જાહેરાત કરવામાં આવતા ભરૂચનાં બજારો ધમધમવા લાગ્યા હતા.
ભરૂચમાં આજે કોરોના મહામારીને કારણે મીની લોકડાઉન હતું જે એક મહિના બાદ બજારો ધમધમતા થયા હતા. મીની લોકડાઉનને કારણે ઠપ થયેલા ધંધા રોજગાર ફરી શરૂ થતાં વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે નાના એકમો કપડાં, બુટ-ચંપલ, લારી-ગલ્લા સહિતની દુકાનો શરૂ થતાં વેપારીઓમાં હર્ષની લાગણી જોવા મળી હતી. ઘણા લાંબા સમયથી વેપારીઓ આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા હતા. આજે વેપાર-ધંધા ખૂલતાં વેપારીઓ આર્થિક ભીંસમાં હતા તેમનામાં નવી ઉર્જા અને નવું જોમ જોવા મળ્યું હતું. તમામ વેપારીઓ દ્વારા સરકારની ગાઈડલાઇન અનુસાર નિયમોનું પાલન કરી ધંધો વ્યવસાય કરીશું તેમ જણાવ્યુ હતું.
Advertisement