પંચમહાલ જીલ્લાની સૌથી મોટી ગણવામા આવતી સીવીલ હોસ્પિટલમા ફરજ બજાવતા રેસિડેન્ટ ડોકટરોએ બેનરો સાથે દેખાવો કર્યા હતા. ગુજરાતના “સી.પી.એસ.”ડૉક્ટર એસોસિયેશન દ્વારા રેસિડેન્ટ ડોક્ટરોની માંગ નહી સંતોષાતા હડતાળ પર ઉતરી આવ્યા છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોલેજ ઓફ ફિઝિશિયન એન્ડ સર્જન મુંબઈ (c.p.s )દ્વારા સંચાલિત.P.G ડિપ્લોમા કોર્સ અંતર્ગત કાર્યરત સરકારી ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ C.H.C.તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટરો નો માસિક સ્ટાયપેન્ડ રૂપિયા 25000/- છે જે અન્ય સરકારી P.G ડિપ્લોમા કોર્સીસ કરતા ઘણો ઓછો છે. P.G ડિપ્લોમા કોર્સીસનો સ્ટાયપેન્ડ માસિક રૂપિયા 63000/- છે જે અંતર્ગત માંગણીની તા – 6/5/2021 ના રોજ કરી હતી. સરકાર તરફથી કોઈ જવાબ ના મળતા 17/5/2021 ના દિવસે અનિયમિત સમય માટે હડતાળની ચીમકી પણ આપી હતી પણ પ્રવર્તમાન સંજોગોમાં વાવાઝોડા અને વરસાદની આગાહીને ધ્યાને રાખી માનવતાવાદી અભિગમ રાખતા હડતાલ મોફુક રાખવામાં આવી હતી તે દરમ્યાન પણ અમારી માંગણીઓ સંતોષવામા આવી નથી. હડતાળમાં ગોધરા, લુણાવાડા, ઝાલોદના રેસીડેન્ટ ડોકટરો હાજર રહ્યા હતા અને વધુમાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે અમારી માંગણી નહીં સંતોષાય તો આગામી સમયમાં અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી આવશે.
પંચમહાલ રાજુ સોલંકી