સુરત શહેરમા વધતા જ્તા ટ્રાફિક્ને પગલે ટ્રાફિક પોલીસ પણ હવે ડિજિટલ બની ગઈ છે. પોલીસ કમિશનર દ્વારા ડિજિટલ સેવા શરૂ કરવામાં આવી હતી. ટ્રાફિકના નિયમોના ભંગ કરવામા આવશે તેમની વિરુદ્ધ દંડની વસૂલાત ડિજિટલ રીતે પણ કરી શાકશે. ટ્રાફિક પોલીસને 50 જેટલા સ્વાઈપ કાર્ડ મશીન આપવામાં આવ્યા છે. શહેરીજનો માટે ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ દંડની જોગવાઈ કેટલી છે તેની માહિતી આપતા કાર્ડ વહેંચવામાં આવ્યા હતા. જેથી હવે સુરતીઓ ટ્રાફિકના નિયમનો ભંગ કરશે તો દંડ ઉઘરાવવા માટે ટ્રાફિક જવાનો સ્વાઈપ મશીન લઈને ઉભેલી દેખાશે.
પોલીસ કમિશનર દ્વારા ડિજિટલ સેવા શરૂ કરવામાં આવી હતી જેની સાથે હવે શહેરની ટ્રાફિક પોલીસ પણ ડિજિટલ બની ગઈ છે. અત્યાર સુધી સુરત શહેર ટ્રાફિક પોલીસ હાથેથી રસીદ ફાડીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકોને મેમો આપતી નજરે પડતી હતી. પરંતુ હવે ટ્રાફિક પોલીસ પૈસા વસુલવા માટે ડિજિટલ પદ્ધતિ અપનાવશે. જેના માટે ટ્રાફિક પોલીસને 50 જેટલા સ્વાઈપ કાર્ડ મશીન ફાળવવામાં આવ્યા છે. જેથી ટ્રાફિક પોલીસ ડિજિટલ બની કેશલેસ દંડ ઊઘરાવતી નજરે ચડશે. ટ્રાફિક જવાનો સ્વાઈપ મશીનથી દંડનાં પૈસા વસુલશે.
વાહનચાલકોને દંડ ન ભરવો પડે અને નિયમોનું પાલન કરે તે માટે જાગૃત કરાયા હતા. જેને લઇને ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ કેટલો દંડ થાય છે તેની જાણકારી લોકોમાં વધે તે માટે અથવાલાઇન્સ પોલીસ કમિશનર કચેરી બહાર વાહનચાલકોને દંડની માહિતી આપતા કાર્ડ પણ વહેંચવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર કયા નિયમના ભંગ બદલ કેટલા દંડની રકમની જોગવાઈ છે તેની માહિતી આપતા આવા 5 લાખ કાર્ડ છાપવામાં આવ્યા છે. જેથી લોકોમાં જાગૃતિ આવે.
સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી : દંડની વસુલાત ડિજિટલ રીતે પણ કરવામાં આવશે !
Advertisement